Main Menu

કેન્દ્ર સરકાર સોમનાથ મંદિરની આસપાસ યાત્રી સુવિધાઓ સુધારવા માટે ૨૦૦ કરોડનો ખર્ચ કરવા જઇ રહી છે.

સોમનાથ મંદિર આસપાસ યાત્રી સુવિધા વધારવા ૨૦૦ કરોડ ખર્ચશે મોદી સરકાર એક કન્સલ્ટન્ટની નિમણુંક સમુદ્ર તરફે દોઢ કિમી લાંબો રસ્તો બનાવાશે…

કેન્દ્ર સરકાર સોમનાથ મંદિરની આસપાસ યાત્રી સુવિધાઓ સુધારવા માટે ૨૦૦ કરોડનો ખર્ચ કરવા જઇ રહી છે. આ પહેલા ૮૦ કરોડ ફાળવ્યા હતાં. અરબી સમુદ્રના કિનારે બીરાજમાન અને પ્રથમ જયોતિર્લિંગ એવા ભગવાન શ્રી સોમનાથના દર્શન કરવા માટે શ્રદ્ઘાળુઓ દેશ-વિદેશથી આવતાં હોય છે. ખાસ કરીને શ્રાવણ  મહિનામાં ભોળાનાથના ચરણમાં શીશ ઝૂકાવવા માટે શ્રદ્ઘાળુઓ ઉપરાંત રાજનેતાઓ, ક્રિકેટર્સથી લઈને સેલેબ્રિટીઓ પણ ઉમટી પડતાં હોય છે. શ્રદ્ઘાળુઓને યોગ્ય દર્શન થાય અને તેમને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા પણ સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટ કરતું હોય છે. હાલ સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સોને મઢેલું છે અને બાકીના સ્તંભને પણ ઢોળ ચડાવવાનું કામ ચાલું છે ત્યારે યાત્રીઓની સુવિધામાં વધારો થાય તે માટે સોમનાથ ટ્રસ્ટને કેન્દ્ર દ્વારા ૨૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. સોમનાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓ કરોડોનું દાન પણ આપતાં હોય છે. હાલ યોજનાની બ્લુ પ્રિન્ટ પર કામ ચાલી રહ્યું છે. યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે શું કરવું જોઈએ તેના પર પણ સોમનાથ ટ્રસ્ટ અને કેન્દ્ર વચ્ચે ચર્ચા થઈ છે. એકવાર બ્લુ પ્રિન્ટ ફાઈનલ થઈ જાય પછી કેન્દ્રને સંપૂર્ણ માળખું સોંપવામાં આવશે. નોંધનીય છે કે ૧૯૯૦માં ભાજપના મોવડી લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રાની શરુઆત સોમનાથ મંદિરથી જ કરી હતી. હાલ નરેન્દ્ર મોદી, અમિત શાહ, હર્ષવર્ધન નિવેટિયા ટ્રસ્ટી પ્રિન્સી. જે.ડી પરમાર કાર્યરત છે. જયારે કેશુભાઈ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ પદે છે. સોમનાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓ કરોડોનું દાન પણ આપતાં હોય છે. આ ઉપરાંત કેન્દ્રએ પ્રસાદમ યોજના હેઠળ મંદિરને ૮૦ કરોડની ફાળવણી કરી હતી. હાલ યાત્રીઓ માટે સાગર દર્શન, લીલાવતી હોટલ અને મહેશ્વરી અતિથિ ભવનની સુવિધા છે. સોમનાથ મંદિરમાં વધુ સુવિધા મળે તે માટે ટ્રસ્ટ અને કેન્દ્રના સંકલન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અંદાજે ૮૦ કરોડની રકમ પ્રોજેકટ સ્વીકારી ટ્રસ્ટ દ્વારા કામ પણ શરુ કરી દેવાયું છે. ગુજરાત ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે મિટિંગ યોજીને સોમનાથની કાયાકલ્પ માટે ચર્ચા કરી છે. ગુજરાત ટૂરિઝમના મેનેજિંગ ડિરેકટરે જણાવ્યું હતું કે,’એકવાર પ્લાન ફાઈનલ થઈ જાય પછી કેન્દ્રની સામે પ્રપોઝલ મૂકવામાં આવશે.’ એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્ર સોમનાથ મંદિરને અંદાજે ૨૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવી શકે છે. પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે.લહેરીના જણાવ્યાનુસાર દર વર્ષે સોમનાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓની ભીડ વધતી જ જઈ રહી છે. અંદાજે દોઢ કિલોમીટર સી ફેસિંગ વોક વે તૈયાર કરવાની અમારી પહેલી પ્રાયોરિટી છે. તિરુપતી અને શિરડી જેવા મંદિરોમાં શ્રદ્ઘાળુઓ માટે શેડ વોક વેની સુવિધા છે. આ સી ફેસિંગ વોક વેમાં અમે સ્ટોલ ઉભા કરવાની પણ વિચારણા કરી રહ્યાં છે. જેથી શ્રદ્ઘાળુઓને લાભ મળી શકે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે,’અમે યુનિટી ભવનનું નિર્માણ કરવાની પણ વિચારણા ધરાવીએ છીએ. જેમાં શ્રદ્ઘાળુઓને દરેક રાજયની વિવિધતાઓ એક જ છત હેઠળ જોવા મળશે. નોંધનીય છે કે સોમનાથ મંદિર ધીમે ધીમે તેના સુવર્ણયુગ તરફ આગળ વધી રહ્યું છે. અનેક આક્રમણ જોઈ ચૂકેલા સોમનાથ મંદિરનો જીણોધ્ધાર સરદાર પટેલે કરાવ્યો હતો.

બસ ત્યારથી લઈ અત્યાર સુધી સોમનાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓનો પ્રવાહ વધી રહ્યો છે….« (Previous News)error: Content is protected !!