Main Menu

સાવરકુંડલામાં નવા મતદાર ઉમેરવામાં મામલતદાર મોહબ્બતસિંહ ઝાલાની ઉતકુષ્ટ કામગીરી બદલ મહા માહિમ રાજ્યપાલ શ્રી દ્વારા સન્માનિત કરાયા

સાવરકુંડલા ફારૂક કાદરી દ્વારા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નવા મતદાર ઉમેરવામાં મામલતદાર મોહબ્બતસિંહ ઝાલાની ઉતકુષ્ટ કામગીરીને કારણે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સન્માનીત કરીને પુરસ્કાર એનાયત કરાતા સાવરકુંડલા મામલતદાર કચેરી ગૌરવની લાગણી અનુભવી રહી છે
આગામી લોકસભા ની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે નવા મતદારોના નામ નોંધણી, નામ કમી, નામમાં ફેરફાર સહિતની કામગીરી માં સાવરકુંડલાના મામલતદાર મોહબ્બતસિંહ ઝાલાની આગેવાની માં 3400 નવા નામો ચડાવવામાં સાવરકુંડલા મામલતદાર કચેરી અમરેલી જિલ્લામાં અગ્ર હરોળમાં આવતા ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદહસ્તે મામલતદાર ઝાલાને 5 હજાર નો પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવતા અમરેલી જિલ્લાનું ગૌરવ સાવરકુંડલા મામલતદાર કચેરીએ રોશન કર્યું છે






error: Content is protected !!