Main Menu

સાવરકુંડલા રાજુલા રોડ નવો બનશે અમરીશ ડેર અને પ્રતાપ દુધાત ની મહેનત રંગ લાવી …. બાઢડા-થોરડી-રાજુલા રોડ બનાવવા માટે બાવન કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને પ્રતાપભાઈ દુધાત

બાઢડા-થોરડી-રાજુલા રોડ બનાવવા માટે ૫૨ કરોડ રૂપિયા મંજુર કરાવતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને પ્રતાપભાઈ દુધાત

બાઢડા-થોરડી-રાજુલા રોડ  હાલ અતિ બિસ્માર હાલતમાં હતો જેથી રાજુલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા વિધાનસભામાં તારાંકીત પ્રશ્ન રજૂ કરી નાયબ મુખ્યમંત્રી ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રોડ ક્યારે બનાવમાં આવ્યો અને તેમની સમય મર્યાદા કેટલી હોય છે ત્યારે સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતે પણ નાયબ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી કે આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે અને રોજિંદા ઘણા મોટા અને નાના વાહનો આ રોડ થી પસાર થાય છે  જેથી નાયબ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડોના જોબ નંબર ફાળવી રૂપિયા ૫૨ કરોડ રૂપિયા ફાળવી જોબ નંબર આપેલ છે જેથી ટૂંક સમયમાં જ આ રોડ નું ટેન્ડર પ્રક્રિયા થશે અને રોડ બનવાનું કામ ચાલુ થશે.જેથી હાલમાં જે વાહન ચલાવનાર  લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેને ટૂંક જ સમયમાં આ રોડ નવો બનશે જેથી બાઢડા-થોરડી-રાજુલા અને રાજુલા બાયપાસ અને હિંડોરણા બાયપાસ માટે ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર અને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતની મહેનત રંગ લાવી હતી. છેલ્લા ઘણા સમયથી આ રોડ અતી બિસ્માર હાલતના કારણે લોકો મોટી હાલાકી ભોગવી રહ્યા હતા અને રાજુલામાં મોટી કંપનીઓ અને પોર્ટ ના કારણે હજારો વાહનો આ રોડ થી રોજના પસાર થાય છે અને આ રોડ બનાવવા માટે લોકો ધણા સમયથી રાહ જોવે છે પરંતુ હવે વધુ રાહ જોવાની જરૂર નથી કારણ કે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ દ્વારા કાર્યપાલક ને આ રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવી રૂપિયા 52 કરોડ રૂપિયા આપી ટેન્ડર પ્રક્રિયા કરવાની જાણ પત્ર થી કરેલ છે.






error: Content is protected !!