Main Menu

રાજુલા રૂદ્રગણ ગ્રુપ દ્વારા ૧૩ લાખ ના ખર્ચે મોક્ષ રથ નુ લોકાર્પણ કરાયું સેવાભાવી ગ્રુપ એ રાજુલા શહેર ને મોક્ષ રથ આપી ઉમદા સેવા નુ કાર્ય આજે સાર્થક કરી બતાવ્યું……..

રાજુલા રૂદ્રગણ ગ્રુપ દ્વારા ૧૩ લાખ ના ખર્ચે મોક્ષ રથ નુ લોકાર્પણ કરાયું સેવાભાવી ગ્રુપ એ રાજુલા શહેર ને મોક્ષ રથ આપી ઉમદા સેવા નુ કાર્ય આજે સાર્થક કરી બતાવ્યું……..

રાજકીય નેતા ઓ ના કરી શકે તેવું કાર્ય રૂદ્રગણ ગૃપ એ રાજુલા શહેર માટે કરી બતાવ્યું રાજુલા શહેર માં રૂદ્રગણ ગ્રુપ નો સિંહ ફાળો આજે પણ બોલે છે

રાજુલા શહેર મા અનેક ગ્રુપ સંસ્થા ઓ કામ કરે છે પરંતુ ખરા અર્થ માં સેવાકીય પ્રવુતિ અને ખાસ ગૌવ સેવકો જેવા યુવાનો રૂદ્રગણ ગૃપ મા જોવા મળી રહ્યા છે રાજુલા શહેર માં ઘણા વર્ષો થી સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલા છે શહેર મા સેવા કરવા ની વાત આવે ત્યારે રૂદ્રગણ ગ્રુપ મેદાન મા આવે છે વાત લુલી લંગડી ગાયુ ની હોય કે પછી બીમાર ગાય ની હોય કે પછી કોઈ ગરીબ દર્દી ની હોય કોઈ પણ સેવાકીય પ્રવુતિ ના સમાચાર મળે ત્યારે હોંશે હોંશે ઉત્સાહ માં સૌવ થી પહેલા રૂદ્રગણ ગ્રુપ ની ટીમ મોખરે હોય છે રાજુલા શહેર ને પહેલા વચન આપ્યું હતું મોક્ષ રથ નવો આપવો આજે “મોક્ષરથ” નવો ૧૩ લાખ ના ખર્ચ કરી બનાવી આપતા યાર્ડ માં આજે લોકાર્પણ કરવા માં આવ્યું ગતુ જેમાં સ્મશાન ના શભૂગીરી મહારાજ,પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,યાર્ડ ચેરમેન સામતભાઈ વાઘ,જીજ્ઞેશભાઈ પટેલ,ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલભાઈ વોરા,નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઇ ધાખડા,પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા,યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ખુમાણ,દાદભાઈ વરૂ,રામકુભાઈ ધાખડા,સાદુલભાઈ લાખણોત્રા સહિત શહેર ભર ના પ્રતિષ્ટિત નાગરિક અગ્રણી ઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે રૂદ્રગણ ગૃપ ના તમામ યુવાનો ને બિરદાવી અભિનંદન આપ્યા હતા જ્યારે જ્યારે દુઃખદ બનાવ જે કોઈ ના પરિવાર મા બનશે ત્યારે ફ્રિ સેવા આ મોક્ષરથ આપશે ૧૩ લાખ ના ખર્ચે રાજુલા શહેર ના લોકો માટે મોક્ષરથ નવો આપવા મા આવ્યો છે આ રથ ની પર રૂદ્રગણ મોનીટરીંગ કરશે અને તમામ પ્રકાર નું ધ્યાન રાખશે સેવા ના ભાવે કામ કરશે સાથે સાથે પૂજાબાપુ ગૌશાળા ને મિનિ ટ્રેકટર આપવા મા આવ્યું છે તેનું પણ આજે લોકાર્પણ કરી ટ્રેકટર આપવા મા આવ્યું છે જે મીની ટ્રેકટર ગૌશાળા મા કામ કરશે સાથે સાથે વર્ષો થી રૂદ્રગણ ગ્રુપ લોકમેળો સહિત ના કાર્યકમ આ પ્રકાર ના સેવા ના લાભાર્થે દર વર્ષે કરે છે અને ત્યાર બાદ આજ રીતે સેવાકીય પ્રવુતિ મા તેનો ઉપયોગ કરવા મા આવે છે.


error: Content is protected !!