Main Menu

અમરેલી જીલ્લાની જાફરાબાદ તાલુકાની એક માત્ર બાબરકોટ       દર 15 દિવસે વિકાસલક્ષી કામોના ખાત મુહરત કરતી ગ્રામ પંચાયત…

અમરેલી જીલ્લાની જાફરાબાદ તાલુકાની એક માત્ર બાબરકોટ       દર 15 દિવસે વિકાસલક્ષી કામોના ખાત મુહરત કરતી ગ્રામ પંચાયત

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસ …..વિકાસ…..માત્ર વિકાસ …જ ….રાત -દિવસ વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલુ જોવા મળી રહી છે

6 મહિનાના ખૂબ જ ટૂંકા ગાળામાં 12 મા વિકાસલક્ષી કામોનું ખાત મુહરત કરતા 1 માત્ર અમરેલી જિલ્લાના નાની વયના MA/B.ED યુવા સરપંચશ્રી અનકભાઇ છનાભાઈ સાંખટ…..

આજ રોજ બાબરકોટ ગામે ગાયોના ગોંદરે થી સ્મશાન તરફ જતા માર્ગમાં બ્લોક પેવિંગ રોડના કામનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું….

ખાત મુહરત દરમ્યાન બાબરકોટ ગામના સરપંચશ્રી અનકભાઇ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવીણભાઈ બાંભણીયા,વિરાભાઈ સાંખટ,તાલુકા પંચાયતના સભ્યશ્રી હરેશભાઇ મકવાણા, જયંતીભાઈ શિયાળ, બીજલભાઈ સાંખટ,બચુભાઇ સાંખટ, પાતાભાઈ વાળા,દિનેશભાઇ શિયાળ,અને ભીમાભાઈ મકવાણા વગેરે સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોડનું ખાત મુહરત થતાની સાથે જ સ્મશાન રોડની આજુબાજુ મા રહેતા લોકો દ્વારા પોતાની જાત મહેનતે રસ્તા પર નડતરરૂપ બાવળ,ઉકરડા,ઓટલીઓ, વગેરે દૂર કરીને મદદરૂપ થયા હતા.સરપંચશ્રી અનકભાઇ સાંખટ દ્વારા મદદરૂપ થનાર ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાબરકોટ ગામના સ્મશાન તરફ જતા મુખ્ય માર્ગનું ખાત મુહરત થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.