Main Menu

કડિયાળી પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ NMMS ની પરીક્ષામાં ગૌરવવંતી સફળતા પ્રાપ્ત કરેલ છે

ડિયાળી પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ NMMS ની પરીક્ષામાં ગૌરવવંતી સફળતા પ્રાપ્ત કરેલ છે.

રાજુલા તાલુકા ના કડીયાળી પ્રા. શાળા માં ઘો. ૬ માં લેવા માં આવતી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ એ જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે.શાળા માંથી કુલ ૨૩ વિધાર્થીઓ અને વિધાર્થીની ઓએ ડિસેમ્બર મહિનામાં આ પરીક્ષા આપી હતી. જે માંથી ૧૬ વિધાર્થીઓ પાસ થયા છે. અને ૫ વિધાર્થીઓ એ મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. વિધાર્થીઓ નાં નામ
૧. પાયલ ભૂપતભાઈ સિસારા ૧૩૮ માર્કસ.૨.હરદેવી મહેશભાઈ ધાખડા ૧૩૮ માર્કસ.૩.આશીષ રવજીભાઈ સાંખટ ૧૩૬ માર્કસ ૪. શીતલ લાલજીભાઈ જાળોંધરા ૧૩૧ માર્કસ ૫.ભરત હમીરભાઇ બારૈયા ૧૨૬ માર્કસ. આ પાંચેય વિધાર્થીઓ એ જીલ્લા ની મેરીટ યાદી માં સ્થાન પામેલ છે.
આવા સુંદર પરિણામ બદલ બાળકો ને શાળા-પરિવાર તથા વાલીઓ અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.