Main Menu

ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિણામમાં છબરડા હોય વાલી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ધર્મેશ જેઠવા દ્વારા :ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિણામમાં છબરડા હોય વાલી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ વિવિધ પરિણામોમાં વિદ્યાર્થીઓને ગુણભાર માં અન્યાય બાબતે આજે ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

ઉના તાલુકા વાલી મંડળ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી તેમને થયેલ અન્યાય બાબતે ન્યાયિક તપાસની માંગ કરી અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ વાલી મંડળ વતી રસિક ચાવડાએ જણાવ્યું હતું