Main Menu

લીલીયા બહદગીરમાં વસતુ ૪૦ થી વધુ સાવજોનુ ટોળુ આ ઘરડી સિંહણે વસાવ્‍યુ છે. તેના ગળામાં ૧૧ વર્ષ પહેલા વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કોલર આઈ ડી લગાવાયો હતો. પરંતુ આઠ વષે પહેલા તે બંધ પડી જવા છતા તે પટ્ટો દુર કરાયો નહતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના ગળામાં બેલ્‍ટ જોવા મળતો નથી.

મનોજ જોષી દ્વારા: જેના પર સિંહપ્રેમીઓને ગવૅ છે તે રાજમાતા સિંહણ હવે ગળામા લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બહદગીરમાં વસતુ ૪૦ થી વધુ સાવજોનુ ટોળુ આ ઘરડી સિંહણે વસાવ્‍યુ છે. તેના ગળામાં ૧૧ વર્ષ પહેલા વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કોલર આઈ ડી લગાવાયો હતો. પરંતુ આઠ વષે પહેલા તે બંધ પડી જવા છતા તે પટ્ટો દુર કરાયો નહતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના ગળામાં બેલ્‍ટ જોવા મળતો નથી. જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોના ક્રાંક્રચ પંથકના પ્રાઈડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે ૪૦ સાવજોના આ પ્રાઈડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે કાંકચ પંથકમાં સૌ પ્રથમ આ જ સિંહણ આવી હતી. અને હાલમાં અહીં વસતા તમામ સાવજો તેનો જ પરીવાર છે. આ સિંહણ ૧૮ વષૅ કરતા પણ મોટી ઉંમરની છે અને વષૅ ર૦૦૮મા સરકારના આદેશ દ્વારા આ સિહણના ગળામાં રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયોકોલરના કારણે આ સંસ્‍થાને તે સિંહણનુ મુવમેન્‍ટની સતત જાણકારી મળતી રહે છે. તથા તેની ફુડપેટનૅ, ટેરેટરી સહીતની બાબતોની પણ માહીતી મળતી રહે છે. આ રેડીયોકોલરની કિંમત બે લાખ રૂપીયા જેટલી હોતી હોય છે. પણ આ સિંહણને પહેરાવ્‍યાના બે વષૅ મા જ આ રેડીયોકોલર બંધ થઈ ગયો હતો અને આમ છતા તેને દુર કરવામા આવ્‍યો ન હતો. પણ તાજેતરમાં જ આ સિંહણના ગળામાં આ બેલટ જોવા મળતો નથીઅને એ બાબતે સ્‍થાનિક આરએફઓ પ્રજાપતી સાથે વાત થતા તેણે જણાવ્‍યુ હતુ. કે હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્‍ટ નથી. જે તુટી ગયા હોવાનુ મનાઈ રહયુ છે. સ્‍થાનીક પ્રક્રૂતી પ્રેમી મનોજ જોષી એ જણાછેલ કે હાલ થોડા સમયથી આ સિંહણના ગળામાં બેલ્‍ટ નથી. આ સિંહણની ઉંમર હાલમાં ઘણી વધુ હોય તો સ્‍થાનીક વનવિભાગે તેની વિશેષ કાળજી લેવી જોઈએ. સામાન્‍ય રીતે રેવેન્‍યુ વિસ્‍તારોમાં સાવજો નજરે પડી જાય તોં લોકોના ટોળા એકઠા થઈ જાય છે જોકે રેડીયોકોલર સિંહણની એટલી ધાક હતી કે લોકો આ સિંહણને જુએ તો સિંહ દશૅન કરવાનુ માંડી વાળતા.