Main Menu

રાજુલામાં આહીર રેજીમેન્ટના સ્લોગનવાળી પતંગ સાથે ઉત્તરાયણ ની આહીર સમાજ કરશે અલગ રીતે જ ઉજવણી..

રાજુલામાં આહીર રેજીમેન્ટના સ્લોગનવાળી પતંગ સાથે ઉત્તરાયણ ની આહીર સમાજ કરશે અલગ રીતે જ ઉજવણી

*આહીર રેજીમેન્ટના મુદ્દાને લઈને 21 જાન્યુઆરીના રોજ ભાલકાતીર્થથી એક યાત્રાનો પ્રારંભ થશે જે ફેબ્રુઆરી માં દિલ્હી તરફ કરશે કુચ :- પ્રવિણ રામ*

સમગ્ર ભારતમાં આહીર રેજીમેન્ટ ની માંગણી દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે ત્યારે આ ઉત્તરાયણને આહીર સમાજ દ્વારા અલગ રીતે ઉજવવામાં આવશે જેમાં 21 જાન્યુઆરીના રોજ ભાલકા તીર્થથી શરૂ થનારી યાત્રાના સ્લોગન વાળી અને આહીર રેજીમેન્ટ હક હમારા સ્લોગન વાળી પતંગો ચગાવી ઉત્તરાયણ ની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવશે

સમગ્ર ભારતના 26 કરોડ આહીર સમાજની આહીર રેજીમેન્ટની માંગણીને લઈને પોસ્ટકાર્ડ અને રેલીઓ જેવા અનેક પ્રોગ્રામો સમગ્ર ભારતમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે અને હવે 21 જાન્યુઆરી થી ભાલકાતીર્થથી દિલ્હી સુધીની યાત્રા કરવામાં આવશે અને આ યાત્રા ફેબ્રુઆરીમાં દિલ્હી પહોશી આહીર રેજીમેન્ટ ની માંગણી સાથે દિલ્હી તરફ કુચ કરશે

ભાલકાતીર્થથી પ્રયાણ કરનાર આ યાત્રા જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ દેહત્યાગ કર્યો એ ભુમીની માટી સાથે લઈને સમગ્ર ભારતનું ભ્રમણ કરશે અને તમામ ધાર્મિક સ્થળો સુધી આ પવિત્ર માટી પહોચાડી ભાલકા તીર્થ નો મહિમા અને ભગવાન શ્રીકૃષ્ણના વિચારોને સમગ્ર ભારતમાં ફેલાવવાનો પ્રયાશ પણ કરવામાં આવશે ,ગુજરાતમાં સોમનાથ,આલીદર-બોડીદર,દામોદર કુંડ,સુદામા પુરી,મહાત્મા મંદિર,માધુપુર,પિંડારા,મૂળ દ્વારકા,દ્વારકા,પાલા ભગતની જન્મભૂમી,દહીંસરા,વ્રજવાણી અને અન્ય સ્થળો સુધી આ ભાલકાતીર્થની પવિત્ર માટી પહોચાડવામાં આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના રાષ્ટ્રભાવના અને દેશહિત માટેના આદેશો ને અનુસરીને સમગ્ર ભારતનો 26 કરોડ આહીર સમાજ આહીર રેજીમેન્ટની માંગણી કરશે એવું આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું

7698080680,7096806832,9998203536

સ્થાનિક નામ :- રમેશભાઈ લાખણોત્રા અને લાલભાઈ વાઘ
સંપર્ક નંબર :-9998949919 & 9723090943