Main Menu

નાગેશ્રી પો.સ્ટે. વિસ્તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.. 

નાગેશ્રી પો.સ્ટે. વિસ્તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ..

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓએ જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકસાની ભોગવતાં હોય છે. અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-
(૧) સલીમખાન ઇસ્માઇલખાન બ્લોચ ધંધો-ખેતી રહે.કડીયાળી તા.જાફરાબાદ
(૨) ગૌતમભાઇ જયમતભાઇ વરૂ ધંધો-ખેતી રહે.મોટા સાકરીયા તા.જાફરાબાદ
(૩) હારૂનભાઇ મહમદભાઇ સુમરા ઘંઘો-ડ્રાઇવીંગ રહે.રાજુલા પાણીના ટાંકા પાસે તા.રાજુલા
(૪) હરેશભાઇ પરશોતમભાઇ સોલંકી ધંધો-મજુરી રહે.રાજુલા દુર્લભનગર તા.રાજુલા
(પ)રહીમભાઇ મહમદભાઇ મલેક ઘંઘો-ડ્રાઇવીંગ રહે.રાજુલા તવકકલનગર તા.રાજુલા
(૬)કરણસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઘંઘો-ડ્રાઇવીંગ રહે.રાજુલા પાણીના ટાંકા પાસે
(૭)યુનુસભાઇ કુલભાઇ સમા, ઘંઘો-ડ્રાઇવીંગ રહે.રાજુલા તવકકલનગર તા.રાજુલા

જુગારની રેઇડ દરમ્યાન નાશી ગયેલ આરોપીઓ
(૧) સાલમભાઇ નસીબભાઇ કુરેશી રહે. રાજુલા
(૨) દિલુભાઇ બદરૂભાઇ વરૂ રહે.ઘોંસપુર તા.જાફરાબાદ

પકડાયેલ મુદામાલઃ-

ઉપરોકત આરોપીઓ જાહેરમાં પૈસા પાના વડે તીન પતીનો જુગાર રમતાં રોકડ રકમ રૂા.૫૮૨૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૨૮૦૦૦/- તથા બેટરી કિ.રૂ.૧૦૦/- તથા મોટર સાઇકલ-૦૩ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૬,૩૭૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય તેઓની સામે તેમજ નાશી ગયેલ ઇસમોની સામે ધોરણસર ફરીયાદ આપી નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને બાતમી આધારે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ઇસમોને કુલ રૂ.૧,૪૬,૩૭૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.