Main Menu

સરકારી તંત્ર ની બલિહારી અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા નાં ડોળીયા ગામ માં હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઓ પ્રાયમરી સ્કૂલ માં

સરકારી તંત્ર ની બલિહારી રાજુલા તાલુકા નાં ડોળીયા ગામ માં હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઓ પ્રાયમરી સ્કૂલ માં

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના  ડોળીયા ગામ માં  2011 માં  માધ્યમિક શાળા ની મંજૂરી મળી. .

સરકારી તંત્ર દ્વારા શિક્ષકો ફાળવી દેવાયા  પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ હાઇસ્કુલ નું બિલ્ડીંગ જ આજ દિન સુધી ન ફાળવાયું કે બન્યું

ગ્રાઉન્ડ નથી કે કોમ્પ્યુટર લેબ નથી કે  નથી લાઈબ્રેરી

વિદ્યાર્થીઓ ઓ નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે

હાલ ત્રણ ગામ ના વિદ્યાર્થીઓ ગામ ની ખખડધજ જૂની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી રહ્યા છે

સરપંચ સહિત વાલી ઓ ની માંગ તાત્કાલિક બિલ્ડીંગ બને

રાજુલા તાલુકા ના ડોળીયા માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૨૦૧૧ માં માધ્યમિક સ્કુલ ની મજુરી ગ્રામ્ય પંચાયત ને આપવામાં આવેલ અને શિક્ષણ વિભાગ તરફથી ત્રણ શિક્ષક પણ ફાળવી દેવાયા પરંતુ માધ્યમિક શાળા નું બિલ્ડીંગ ન ફાળવવા માં આવતા હાલ ધોરણ ૧૦ અને   ૯ ના વિદ્યાર્થી ઓ હાલ પ્રાથમિક શાળા માં શિક્ષણ મેળવી રહ્યા છે અહી હાઇસ્કુલ હોવાછતાં નથી કોઈ ખેલકૂદ નું મેદાન કે નથી કોઈ લેબ કે નથી કોઈ કોમ્યુટર હોલ માત્ર જૂની પ્રાથમિક  શાળા માં હાલ ૭૫ થી વધુ ત્રણ ગામ ના વિદ્યાર્થી ઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં બહેનો ની સંખ્યા જાજી છે , ત્યારે  આંઠ વર્ષ પૂર્વે મજુરી માધ્યમિક શાળા ની મળી હોવા  છતાં આજ દિન સુધી સરકારી તંત્રદ્વારા અહી કોઈ બિલ્ડીંગ ની જ વ્યવસ્થા નથી કરી જેથી આખી માધ્યમિક શાળા હાલ ડોળીયા ગામ ની પ્રાથમિક શાળા માં બેસી અભ્યાસ કરી રહી છે

રાજુલા તાલુકા ના ડોળીયા માં ૨૦૧૧ માં ગ્રામ્ય પંચાયત દ્વારા સર્વ શિક્ષા અંતર્ગત ગામ માં હાઇસ્કુલ ની માગ કરાઈ હતી જેથી સરકાર દ્વારા ડોળીયા ને ધોરણ ૯ અને ધોરણ ૧૦ ની માધ્યમિક શાળા ની મંજુરી અપાઈ હતી અને સરકારી ત્રણ શિક્ષક પણ ફાળવી દેવાયા ત્યારે બાળકો ત્યાર શીકશો બાળકો ને ભણાવવા ત્યાર પરંતુ સરકાર દ્વારા કોઈ માધ્યમિક શાળા નું બિલ્ડીંગ ન બનાવી દેવતા અહી માધ્યમિક શાળા આખી પ્રાથમિક શાળા માં બેસી અભ્યાસ કરી રહી છે ૨૦૧૧ માં ડોળીયા ગ્રામ્ય પંચાયત ને માધ્યમિક શાળા ની મંજુરી  મળ્યા બાદ હાલ ૨૦૧૯ સુધી કોઈ માધ્યમિક શાળા નું બિલ્ડીંગ જ નથી જેથી ધોરણ દસ ના અને ધોરણ નવ ના ત્રણ ગામ ના વિદ્યાર્થી ઓ હાલ પ્રાથમિક શાળા ના ફાઈબર ના રૂમ માં બેસી અભ્યાસ કરી રહ્યા છે જ્યાં કોઈ બારી બારણા નથી કે નથી કોઈ ગ્રાઉન્ડ ની સુવિધા કે નથી કોઈ કોમ્યુટર લેબ કે નથી અન્ય લાઈબ્રેરી ત્યારે માત્ર અભ્યાસ ને અહી પ્રાધાન્ય અપાઈ રહ્યું છે બાળકો પાસે બિલ્ડીંગ નથી એટેલે ખેલ મ્હાકુભ કે અન્ય ખેલ મહોત્સવ માં કે ઈતર પ્રવૃત્તિ જેમકે કોમ્યુટર કે કોઈ અન્ય વિષય પર ધ્યાન બાળકો નથી દઈ રહ્યા માત્ર અભ્યાસ જ કરી શાળા માં સમય પસાર કરી રહ્યા છે ત્યારે આંઠ વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી કોઈ બિલ્ડીંગ માધ્યમિક વિભાગ નું નથી  ગ્રામ્ય જનો સરપંચ દ્વારા અનેકો લેખિત મોખિત રજુઆતો થઇ છે બિલ્ડીંગ મજુર થયા ના કાગળો આવી ગયા છે પરંતુ આજ દિન સુધી કોઈ બિલ્ડીંગ માધ્યમિક શાળા નું મંજુર થયું નથી તે નરી વાસ્તવિકતા છે ત્યારે અમરેલી જિલ્લાના શિક્ષણા અધિકારી સી એમ જાદવ સાહેબ જણાવે છે કે તમામ કામગીરી પૂર્ણ થયેલ છે અને તુરંત અહીં બિલ્ડીંગ બાંધવાની કામગીરી શરૂ થશે નું જણાવે છે.