Main Menu

અમરેલી સાવરકુંડલા ના કોંગી નેતાઓ ભષ્ટાચારમાં ગળાડુબ બન્યા હોવાની વાતો વહેતી થઈ ? સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે થયેલ ડામરરોડ ના નબળા કામ અંગે શાસિત જિલ્લા પંચાયતના સત્તાધીશ અને તાલુકા પંચાયત ના સત્તાધીશએ મલાઈ ખાઈને ડામર રોડની નબળી કામગીરીમાં આડકતરી ભાગબટાઈ કરી હોવાની ચર્ચા ચકડોળે ચડી ?????

અમરેલી

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે થયેલ ડામરરોડ ના નબળા કામ અંગે શાસિત જિલ્લા પંચાયતના સત્તાધીશ અને તાલુકા પંચાયત ના સત્તાધીશએ મલાઈ ખાઈને ડામર રોડની નબળી કામગીરીમાં આડકતરી ભાગબટાઈ કરી હોવાની ચર્ચા ચકડોળે ચડી છે જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા થી નેસડી સુધીના ડામરરોડનું કામ ચાલુ હતું ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના એક સત્તાધીશ નેતા અને તાલુકા પંચાયતના એક સત્તાધીશ નેતાએ ડામરરોડની નબળી કામગીરી થતી હોવાની બુમરાણ નાખીને કામ થોડા સમય પૂરતી બંધ કરાવીને “સેટીંગ” કર્યાની ચર્ચાએ જોર પકડયું છે ગાજયા મેઘ વરસ્યા નહિ તેમ સેટીંગ પતી જતા ડામરરોડ નબળો બનાવવાનું સર્ટીફેંકેટ આપી દીધું હોય તેમ લોટ પાણી લાકડા ની જેમ ડામર રોડની કામગીરી પૂર્ણ કરાવી દીધી બાદ હજુ પણ આ મલાઈ ખાનાર નેતાને વધી દાઢ ડલકતા ડામરરોડની બાજુમાં માટીકામ નથી થયું કહીને વધારાના અપેક્ષાઓ કોંગી નેતાઓને જાગી હોવાની વ્યાપક ચર્ચાઓ કોંગીજનોમાં થઈ રહી છે ત્યારે માંડ માંડ અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો પ્રથમ વાર કોંગ્રેસએ અંકે કરીને ધારાસભ્યની હૂંફ ના સહારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નાના કોંગી નેતાઓ ભષ્ટાચારમાં ગળાડુબ બન્યા હોવાની વાતો વહેતી થઈ છે





error: Content is protected !!