Main Menu

એમડી ગ્રુપ તરફ થી વર્ષની અંતિમ રાત્રે જરૂરીયાત્ત મંદો અને ગરીબો ને ગ્રામીણ વિસ્તાર માં બ્લેન્કેટ નું વિતરણ..

વર્ષની અંતિમ રાતે જરુરીયાત્ત મંદો અને ગરીબો ને ગ્રામીણ વિસ્તાર માં એમડી ગ્રુપ તરફ થી બ્લેન્કેટ નું વિતરણ

સાવરકુંડલા આંબરડી અભરામ પરાં જાંબાળ સુરજવાડી કૃષ્ણગઢ સહીત ગ્રામ્ય વિસ્તારો માં મજૂરો ગરીબ લોકો પરપ્રાંતીય ખેત મજુરો ને ગરમ ધાબળા નું વિતરણ કરાયું . અગ્રણી ઓ ના હસ્તે બ્લેન્કેટ નું વિતરણ

હાલ અમરેલી જીલ્લા માં ૮ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તાર માં કડકડતી ઠંડી પડતા અહી ગરીબ લોકો મજુરો ખેત મજુરી કરી રહેલા પર પ્રાંતીય ગરીબ મજુરો જે સીમ ખેતરો માં વસવાટ કરી રહ્યા છે તે ઠંડી ને કારણે પરેશાન હાલ છે તેવા લોકો નો વિસ્તાર વાઇજ સર્વે કરી જરૂરિયાત મંદો ને વર્ષ ની અંતિમ રાતે એમડી ગ્રુપના ચેરમેન ભગીરથ ભાઈ પીઠવડી વાળા તરફ થી ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જંગલ કાંઠા ના ગામો ની સીમ માં અને સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારો માં સતત રાત્રી દરમિયાન આ કાર્ય ચાલુ હતું ત્યારે અહી આંબરડી ના ગ્રામ્ય વિસ્તારો માં ગરીબ માણસો નાં બ્લેન્કેટ ના વિતરણ દરમિયાન આંબરડી ના અગ્રણી સરપંચ ઉપસરપંચ તેમજ સાવરકુંડલા ના સહકારી આગેવાન માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપક માલાણી સહીત સાવરકુંડલા ના ઉદ્યોગ પતિ સત્યમ ધકાણ સુભાષ સોલંકી ખેડૂત સમાજ ના મહેશ ભાઈ ચોડવડીયા બશીર ભાઈ ઝાંખરા સહીત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એમ ડી ગ્રુપ તરફ થી આ ભગીરથ કાર્ય વર્ષો થી ચાલુ છે માજી ધારાસભ્ય મનુભાઈ પીઠવડી વાળા તરફ થી દર શિયાળા માં ગરીબો ને ધાબળા વિતરણ થતું હતું જે પ્રથા આજ વર્ષો થી તેમના કુટુંબી અને તેમના દીકરા ભગીરથ ભાઈ દ્વારા આ પ્રથા ચાલુ છે જે ના સંદર્ભે આજે સાવરકુંડલા પાંચ ગ્રામ્ય વિસ્તારો માં ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું.


error: Content is protected !!