Main Menu

વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત.. શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેતા શ્રી જીજ્ઞેશદાદા.. રાધે રાધે…

અતુલ પંડ્યા દ્વારા

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત..
શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેતા શ્રી જીજ્ઞેશદાદા.. રાધે રાધે…

આજ રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ની ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. જીજ્ઞેશદાદા (રાધે.. રાધે) મુલાકાત લીધી હતી.. આ તકે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ભરતભાઇ જોશી તેમજ લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના એડમીન ડો. દીપકભાઈ કાવઠીયા સાહેબ, ધર્મજયભાઈ ઠાકર એ હોસ્પિટલ માં વિનામૂલ્યે ચાલતા ડાયાલીસીસ, ગાયનેક, ડેન્ટિસ્ટ, ચિલ્ડ્રન, ફિઝિયોથેરાપી, વગેરે વિભાગો ની મુલાકાત કરાવી અને હોસ્પિટલ ની સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ તકે પૂ. જીજ્ઞેશદાદા ની સાથે અતુલભાઈ પંડ્યા, જતીનભાઈ જોશી, ભાર્ગવભાઈ ઠાકર, ગૌરાંગભાઈ જોશી, હેમંગભાઈ ઓઝા, હિતેશભાઈ અધવર્યું વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!