Main Menu

સ્વસ્થ ભારત  . ગતિશીલ ગુજરાત . બેટી બચાવો બેટી પઢાવો.  ગરીબી હટાવો ના સરકારી સ્લોગન માત્ર કાગળ પર જ  અમરેલી જિલ્લાના ગીર કાંઠા ના ગામ ગીદરડી માં ગરીબી ને કારણે કોળી જ્ઞાતિ ના ત્રણ સગા ભાઈ બહેનો અસાધ્ય રોગ થિ પીડાઈ રહ્યા છે.  400 ગ્રામ જેવડી ગાંઠ ત્રણેય બાળકો ના  શરીર પર જીવલેણ ગરીબી અને રૂપિયા ન હોવાના કારણે આ બાળકો નો  ઈલાજ કરાવી નથી શકતા 

સ્વસ્થ ભારત  . ગતિશીલ ગુજરાત . બેટી બચાવો બેટી પઢાવો.  ગરીબી હટાવો ના સરકારી સ્લોગન માત્ર કાગળ પર જ
અમરેલી જિલ્લાના ગીર કાંઠા ના ગામ ગીદરડી માં ગરીબી ને કારણે કોળી જ્ઞાતિ ના ત્રણ સગા ભાઈ બહેનો અસાધ્ય રોગ થિ પીડાઈ રહ્યા છે.
400 ગ્રામ જેવડી ગાંઠ ત્રણેય બાળકો ના  શરીર પર જીવલેણ
ગરીબી અને રૂપિયા ન હોવાના કારણે આ બાળકો નો  ઈલાજ કરાવી નથી શકતા
ત્રણ પેયકી બે બાળકી ઓ તો ધોરણ 8 અને 5 માં અભ્યાસ કરે છે સરકારી શાળા માં  છતાં આચાર્ય અને શિક્ષકો ને આ અસાધ્ય ગરીબો ની બીમારી દેખાતી જ નથી ત્રણ વર્ષ થિ મસ મોટી ગાંઠ લઇ ને બાળકો ફરી રહ્યા છે માત્ર ઈલાજ ન થવા ના કારણે ગરીબી જવાબદાર
સરકાર શ્રી અથવા કોઈ સંગઠનો ઈલાજ કરવાવે તેવી સ્થાનિકો ની અપીલ
અમરેલી જીલ્લાના ગીર ના અંતરિયાળ વિસ્તાર માં ગીદરડી ગામ માં એક અતિ ગરીબ પરિવાર ના એક સાથે ત્રણ બાળકો ને ગળા ના ભાગે ગાંઠ થતા આ ગરીબ પરિવાર પર જાણે આભ ફાટ્યું છે અને ઘરના ત્રણ ત્રણ બાળકો પોતાના શરીર પર ગાંઠ લઇ હરી ફરી રહ્યા છે ત્યારે આ ગરીબ પરિવાર ની મજબુરી એ છે કે અતિ ગરીબ હોવાના કારણે  કોઈ પણ પ્રકાર ની સારવાર કરાવી શકતા નથી જેથી બાળકો ત્રણ વર્ષ થી આ ગળા ની ગાંઠો લઇ ફરી રહ્યા છે જે કારણે આ બાળકો નો વિકાસ પણ રૂંધાયો છે જયારે આ ત્રણ બાળકો જેમાં બે દીકરી ઓ અને એક નાનો દીકરો પણ સામેલ સામેલ છે મોટી દીકરી પૂનમ ૧૫ વર્ષ ની છે અને ધોરણ ૮ માં અભ્યાસ કરે છે પરંતુ તેને જોતા લાગે નહી કે આ ૧૫ વર્ષ ની દીકરી છે આ રોગ ને કારણે સાવ શરીર નબળા છે અને શરીર નો કોઈ શારીરિક વિકાસ ત્રણેય બાળકો નો થયો જ નથી જેનું મુખ્ય કારણ ગરીબી છે સરકાર જયારે સ્વસ્થ તા ના બણગા ફૂકી રહી છે ત્યારે આ અતિ ગરીબ પરિવાર રૂપિયા ના વાંકે આ ત્રણ બાળકો અસાધ્ય રોગ થી પીડાઈ રહ્યા છે અને જોવા વાળું ચકાસવા વાળું કોઈ નથી

 

 

– ખાંભા તાલુકા ના અ ગીદરડી ગામ માં અતિ ગરીબ એવા મનસુખ દેગામા માં ત્રણ બાળકો સારવાર ના અભાવે અસાધ્ય રોગ થી પીડાઈ રહય જેમાં બે દીકરી ઓ અને એક દીકરો જેમને ત્રણેય ને એક સરખો જ રોગ થવા પામ્યો છે જેથી આ પરિવાર ના મોભી તેમના દાદી માં દર દર ભટકી રહ્યા છે અને દેશી રાહત સારવાર કરાવી રહ્યા છે ત્યારે આ અતિ ગરીબ પરિવાર ની હેસિયત નથી કે ઉચ સારવાર પોતના બાળકો ની કરાવીશાકે આ ત્રણ બાળકો ને ગળા માં ૩૦૦ થી ૪૦૦ ગ્રામ સુધી ની ગાંઠો છે જેથી આ બાળકો નો વિકાસ સંપૂર્ણ રૂંધાયો છે અને કુપોષણ નો ભોગ પણ આ બાળકો સાથે સાથે બની રહ્યા છે આ ત્રણ બાળકો ના પિતા ની જીભ થોથરા વાની બીમારી છે અને માતા પણ અશકત છે જેથી હાલ દાદી માં આ ત્રણ છોકરા ની સારવાર અને દેખરેખ રાખી રહ્યા છે  , સાવ જર્જરિત મકાન જુપડા માં ઘાસ ના પૂળા થી છત અને દીવાલ માં ઠેર ઠેર ગાબડા પડેલા છે અને રોજ ગરીબ માં બાપ સાથે આ આ મનસુખ તેમના સાત લોકો નું ગુજરાન ચલાવી રહ્યો છે ટુકી આવક ને કારણે આ ત્રણ બાળકો નો ઈલાજ તે કરાવી શકતો નથી જેથી બાળકો શરીર માં ગાંઠો ધરાવે છે જે કારણે બહાર પણ નથી જઈ શકતો અને દીકરી ઓ પાંચ માં ધોરણ અને આંઠ માં ધોરણ માં અભ્યાસ કરે છે છતાં આજ દિવસ સુધી કોઈ સરકારી શાળા ના આચાર્ય અથવા કોઈ શિક્ષકો એ આ અંગે સરકાર માં રીપોટ પણ નથી કર્યો કે આરોગ્ય વિભાગ ને  જાન સુધા નહી કરી તે શિક્ષકો પણ તેમની નીતિ મતા ચુક્યા છે ત્યારે હાલ તો આ બાળકો ગરીબી ને કરને સારવાર ના અભાવે કોઈ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા છે તે સ્પષ્ટ વાત છે

 

ત્યારે અંગે અમરેલી જીલ્લા ના ખ્યાત નામ તબીબ ડો પ્રવીણ ચોડવડીયા જણાવે છે કે આ ગોઈટર નામક રોગ છે છે સાધ્ય છે અને એક મહિના માં તે મટી શકે  છે અને આ રોગ આયોડીન ના અભાવે  થાય છે અને હજારો દર્દી ઓ આવા જુવા મળે છે પરંતુ તેના રીપોર્ટ કરાવ્યા બાદ આ રોગ સો ટકા મટી શકે છે અને તેની સારવાર સરકારી દવા ખાના માં પણ ઉપલબ્ધ હોય છે

પરંતુ સારવાર ના અભાવે ગરીબી ના કરને  ત્રણ બાળકો હાલ પીડાઈ રહ્યા છે અને સારવાર કરાવવી તેમના બસ ની વાત નથી તેથી હાલ આ ત્રણ બાળકો જેમાં બે દીકરી ઓ પણ છે છેં જે આ રોગ થિ પીડાઈ રહી છે ત્યારે સ્થાનિક અગ્રણી  મોભ દરબાર જસુ ભાઈ મોભ અને ભોળા ભાઈ દ્વારા હાલ તો આ પરિવાર ની જાળવણી કરાઈ રહી છે પરંતુ સરકાર શ્રી દ્વારા આ પરિવાર ને કોઈ સહાય અથવા  આનો ઈલાજ કરાવવા માં આવે તે જરૂરી હોય તાકીદે આ બાળકો નો ઈલાજ કરાવવા માં આવે અથવા કોઈ એન્જીઓ કે કોઈ સંસ્થા આગળ આવે તો ચોક્કસ થિ આ ગરીબ પરિવાર ના બાળકો ની જિંદગી બચી શકે તેમ છે


error: Content is protected !!