Main Menu

બ્રેકીંગ ન્યૂઝ… બગસરા તાલુકાના રફાળા ગામે દિપડાનો હુમલો દીપડાના હુમલામાં ૩ વર્ષ ની બાળકી નું મોત ૨ દિવસ માં દીપડાનો ત્રીજો હુમલો દીપડા નાં હુમલાથી ગામ લોકો મા ફફડાટ…

કાળુ રૂપારેલીયા દ્વારા:બગસરા તાલુકામાં દીપડો જાણે હવે બેફામ બન્યો હોય તેમ ઉપરા ઉપરી લોકો પર હુમલો કરી રહ્યો છે સવારે નવી હળિયાદ માં હુમલો કર્યા બાદ સાંજના સમયે રફાળા ગામે ખેતરમાં કામ કરતા મજુર ની 3 વર્ષની બાળકીને ઉપાડી ભાગ્યો હતો જોકે માતા દીપડાનો પીછો કરતા બાળકી તો છૂટી ગઈ હતી પરંતુ તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

વિગત અનુસાર બગસરામાં દીપડાનાં અંતક ને કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સુડાવડ માં બે વર્ષના મેહુલને મોતને ઘાટ ઉતાર્યા બાદ અચાનક દિપડો નવી હળિયાદ માં દેખાયો હતો જ્યાં રવિવારની સવારે ખેત મજુર પર જ્યારે સોમવારની સવારે ખેડૂત પર હુમલો કર્યા બાદ નવી હળિયાદ ને છોડીને ત્યાંથી આઠ કિલોમીટર જેટલા દૂર આવેલા રફાળા ગામમાં આવી પહોંચ્યો હતો જ્યાં પ્રાગજીભાઈ કુરજીભાઈ વેકરીયા ના ખેતરમાં કામ કરતા મૂળ ફતેપુરા વિસ્તારના વિક્રમભાઈ પારગી નો પરિવાર કપાસ ઉતારી સાંજના સાતેક વાગ્યાના સમયે તેની ત્રણ વર્ષની બાળકી રોશની ને સ્નાન માટે પાણી ગરમ કરી રહ્યા હતા તે દરમિયાન આ રોશની ત્યાં રમી રહી હતી આ સમયે અચાનક દીપડો આવી રોશની ને ઉપાડી છલાંગ મારી ભાગ્યો હતો પરંતુ રોશની માતા ગીતાબેન લાકડી લઇ તેની પાછળ દોડતા દીપડો અને મૂકીને ભાગી છૂટ્યો હતો. રોશની ને બેભાન હાલતમાં બગસરા સરકારી દવાખાને લઈ આવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત ઘોષિત કરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ઘટનાને પગલે વન વિભાગ પણ હરકતમાં આવ્યો હતો.દીપડાના વધતા આતંકને કારણે લોકોમાં ભય પેસી ગયો છે નાના નાના બે ભૂલકાઓને મોતને ઘાટ ઉતારનાર આ દીપડાને વનવિભાગ કાબુ કરે તેવી માંગ ઉઠી રહી છે.






error: Content is protected !!