Main Menu

સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મુસ્લિમ પરિવારોને 21 કરોડની સહાય….. મુસ્લિમ અગ્રણીઓએ શુ કરી સહાય…. કેવી રીતે સમાજના રાહબર બન્યા સમાજના હિતચિંતક…. સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી પર અભિનંદનની વર્ષા….. જુઓ એસ.એન.ન્યુઝ…….

સાવરકુંડલા:સરકાર દ્વારા ગરીબોના આરોગ્ય માટે માં વાત્સલ્ય યોજનાનું મહા કાર્ડની યોજના બનાવી છે ત્યારે આ મહા કાર્ડનો વધુમાં વધુ ઉપયોગ જાહેર જનતા કરીને સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તેવા હેતુને સાકાર કરવા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મહા કાર્ડ કેમ્પનું આયોજન કરીને 84 પરીવારોને મહા કાર્ડ કાઢવાની સુંદર કામગીરી કરતા 21 કરોડ જેવી સહાય સમસ્ત મુસ્લિમ સમાજ માટે કરનાર મુસ્લિમ અગ્રણીઓના કામગીરીની સરાહના થઈ રહી છે
સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના નેજા નીચે જુમ્મા મસ્જિદના મદરેસા હોલ ખાતે સરકારની આરોગ્ય સેવામાં ઉત્તમ ગણાતી માં વાત્સલ્ય યોજનામાં એક વ્યક્તિ પરિવારને આરોગ્યની 5 લાખની સહાયનું મહા કાર્ડ સરકારશ્રી દ્વારા કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે તે મહા કાર્ડ મુસ્લિમ સમાજના ગરીબી જરૂરીયાતમંદ લોકોને આસાનીથી મળી રહે તેવા હેતુને સાકાર કરવા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી, ઉપપ્રમુખ નાસીર ચૌહાણની આગેવાનીમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન રજાકભાઈ કુરેશી, તાજુદીન કુરેશી, મૂસ્તુફા કાજી સહિતના મુસ્લિમ યુવા કાર્યકરોએ ત્રણ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરીને 84 પરિવારજનોના મહા કાર્ડ કઢાવી આપવાની કામગીરી કરતા એક પરિવારને મહા કાર્ડમાં 5 લાખની આરોગ્ય સહાય એટલે 84 પરિવારોને 21 કરોડ જેવી માતબર રકમની સહાય મુસ્લિમ સમાજના લોકો માટે કરી કહેવાય ત્યારે નાની વયના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી અને તેમની ટીમને મુસ્લિમ સમાજના આગેવાનોએ અભિનંદન આપીને બિરદાવ્યા હતા.