Main Menu

બ્રેકિગ ન્યુઝ…સા.કુંડલાના લીખાળા ગામના તળાવમા કિશોરવયના બે સગ્ગા ભાઈઓ ડુબ્યા….

સા.કુંડલાના લીખાળા ગામના તળાવમા કિશોરવયના બે સગ્ગા ભાઈઓ ડુબ્યા.

એક બાળકને બચાવી લેવાયો – એકની શોધખોળ બાદ લાશ મળી આવતા નાના એવા ગામમા સન્નાટો.

સુભાષ સોલંકી દ્વારા:

સાવરકુંડલાના લીખાળા ગામ નજીક આવેલ તળાવમા આજે સાંજના ૪ વાગ્યે આસપાસ એક ગોજારી ઘટના બની જવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ સા.કુંડલા ના લીખાળા ગામ નજીક આવેલ તળાવમા ૪ વાગ્યા આસપાસ દેવરાજ લાલજી દેવીપુજક (ઉ.વ.૮) અને ભનુ લાલજી દેવીપુજક (ઉ.વ.10) બન્ને સગા ભાઈઓ તળાવ કાંઠે ન્હાવા પડયા હતા.ધીમે ધીમે તળાવમા ગરકાવ થવા લાગેલ બન્ને બાળકોએ બુમાબુમ કરતા એ જ અરસા ત્યાંથી બકરા ચરાવી પસાર થતા એક યુવકે બાળકોની ચિંસો સાંભળી તળાવમા ઝંપલાવી બે ભાઈઓ માંથી મોટો ભાઈ ભનુ લાલજી દેવીપુજકનુ માથુ પકડાઈ જતા તેને બચાવી લેવાયો હતો.પરંતુ ૮ વષૅનો નાનો ભાઈ દેવરાજ પાણીમા ગરકાવ થઈ ગયો હતો.વાયુવેગે ઘટનાની જાણ ફેલાતા ગામના લોકો તળાવ કાંઠે એકઠા થઈ ગયા હતા અને લાપતા બાળકની શોધખોળ શરૂ કરી હતી.તેમ છતા લાપતા બાળકની ભાળ નહી મળતા આસપાસના ગામો માથી તરવૈયાઓને બોલાવી ફરી શોધખોળ હાથ ધરાતા કલાકો બાદ ૮ વષૅીય લાપતા બાળક દેવરાજ લાલજી દેવીપુજકની ડેડબોડી હાથ લાગતા બહાર કઢાઈ હતી.લાશ બહાર નિકળતા હાજર પરિવારજનોમા કલ્પાંત સજાૅયો હતો અને અન્ય લોકોમા ગમગીની છવાઈ હતી.બે બાળકો ડુબવાની ઘટના બનતા નાના એવા લીખાળા ગામમા સોંપો પડી ગયો હતો.ઘટના ની જાણ થતા જ મારતી ગાડીએ સાવરકુંડલા રૂરલ પીએસઆઈ બી.વી.બોરીસાગર, વિજયભાઈ રાઠોડ, કનુભાઈ સાંખટ સહિત પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી તરવૈયાઓની મદદ લઈ લાશને બહાર કાઢી જરૂરી કાયૅવાહી હાથ ધરી હતી.