Main Menu

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળા ના લોકાર્પણ અને સમારોહ રાખવામાં આવ્યો.

ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું હાઇસ્કુલના બિલ્ડિગના દાતા શ્રી ધીરૂભાઈ ટીબડીયા અને પ્રાથમિક શાળાના દાતાશ્રી મફતભાઈ શીરોયા આ બંને દાતાઓનું અને ગામના ડી.એસ.પી. શ્રી હરેશભાઈ મગનભાઈ દુધાત અને ધારાસભ્ય શ્રી પ્રતાપ ભુપતભાઈ દુધાત નું  સન્માન સમરોહ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં બંને દાતા શ્રીઓ અને તેમના પરિવાર પણ હાજર રહી હર્ષની લાગણી ગામ લોકોએ અનુભવી હતી અને આવનાર દિવસોમાં ગામના લોકો વધુ અભ્યાસ કરી આગળ વધે તેવી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે વાત કરી હતી અને ડી.એસ.પી. શ્રી હરેશભાઈ દુધાત દ્વારા ગામના જણાવેલું કે મેં પણ આજ સ્કુલમાં અભ્યાસ કરેલો છે.  આ સન્માન સમારોહમાં બને દાતા શ્રીઓ અને તેમના પરિવારો, ડી.એસ.પી. હરેશભાઈ દુધાત, ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, બાબુભાઈ દુધાત,બાબુભાઈ કાકડિયા,પ્રતાપભાઈ ડાવેરા,અરવિદભાઈ અમૃતવેલ,ઓળિયા પટેલ સમાજના પ્રમુખ, સરપંચ શ્રી ભરભાઈ હેલૈયા, ઉપ સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ખુમાણ, ક્રાંકચ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગામના લોકો હાજર રહ્યા હતા બાદમાં સૌ ગ્રામ જનોએ સ્નેહભોજન લીધેલું.


error: Content is protected !!