(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ- ૧૧૪ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ- ૧૧૪ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ બગસરા બાયપાસ ઉપર ધુળશીયા દાદાના રસ્તેથી અંદર ખારીની વાવ તરીકે ઓખળાતી વાડીએથી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ- નિકુંજ ઉર્ફે ભુરો મુકેશભાઇ ત્રાપસીયા ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે.બગસરા બંગડી ચોક, જુના સ્વામિનારાયણ મંદિર પાસે જી.અમરેલી

મળી આવેલ મુદ્દામાલઃ-   ભારતીય બનાવટનો વિદેશી દારૂની પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ- ૧૧૪ કુલ કિં.રૂ.૩૯૯૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ રૂા.૪૫૦૦/- સાથે કુલ મુદામાલ રૂા.૪૪૪૦૦/- મળી આવેલ છે.

મજકુર આરોપી આ ભારતીય બનાવટનો દારૂ કરણભાઇ વાળા રહે.બગસરા નદીપરા જી.અમરેલી વાળો વારા-ફરતી પોતાના સ્વીફટ કાર તથા મહીન્દ્ર કંપીનીની સેવન સીટર વ્હાઇટ કલરની ગાડીમાં આપી ગયેલાનું જણાવે છે. સદરહું ગુન્હામાં નામ ખુુુુલેલ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ અર્થે આરોપીને બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ-૧૧૪ ઝડપવામાં સફળતાં મળેલ છે.