Main Menu

બાબરા તાલુકા ના ખેડૂતો ને મગફળી ના પાણીપત્રક નો નિર્ણય તાત્કાલિક લેવા રજૂઆત ” તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા કલેકટરશ્રી અને સાંસદ શ્રી ને રજૂઆત. 

“બાબરા તાલુકા ના ખેડૂતો ને મગફળી ના પાણીપત્રક નો નિર્ણય તાત્કાલિક લેવા રજૂઆત ”
તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા કલેકટરશ્રી અને સાંસદ શ્રી ને રજૂઆત.
રાજ્ય સરકાર દ્વારા ૧૦૦૦/- રૂપિયા ના ટેકા ના ભાવે મગફળી ખરીદવા નો નિર્ણય કરવામાં આવ્યો છે જેનુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ૧ લી નવેમ્બર થી શરૂ થવાનુ છે. તેમાં મગફળી વાવેતર નો આધાર એટલે કે પાણીપત્રક રજુ કરવાનુ હોય છે આ પાણીપત્રક તલાટી મંત્રી દ્વારા આપવામાં આવે છે પરંતુ પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીઓ પોતાની જવાબદારી એક બીજા ઉપર નાખતા હોવાથી ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે આથી તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી મામલતદાર શ્રી ખીમાણી સાહેબ ને રૂબરૂ રજૂઆત કરતા તેઓ ના જણાવ્યા મુજબ આ કામગીરી હાલ પંચાયત તલાટીઓ એ કરવાની છે તેવો રાજ્ય સરકાર નો પરીપત્ર હોવા છતાં તલાટી મંડળ ના આદેશ મુજબ કામગીરી નો ઈન્કાર કરી રહ્યા છે આથી કલેકટર, પ્રાંત અધિકારી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા જણાવ્યુ છે.