Main Menu

બ્રેકીંગ ન્યૂઝ :- શા માટે થઈ રહયું છે સિંહો નું છુપી રીતે રસીકરણ ?

ધર્મેશ જેઠવા દ્વારા :શા માટે થઈ રહયું છે સિંહો નું છુપી રીતે રસીકરણ ?

:- સમગ્ર વિશ્વમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના ગીર ના જંગલ માં બની રહી છે
સમગ્ર વિશ્વમાં ક્યારેય મુક્ત રીતે વિહરતા બિલાડી કુળ ના કોઈપણ પ્રાણી નું આજ સુધી રસીકરણ થયું નથી (સિંહ , વાઘ દીપડા, ચિત્તા).
:- શા માટે જંગલી સિંહ , વાઘ , દીપડા કે ચિતા નું રસીકરણ ભૂતકાળ માં કરવામાં નથી આવ્યું?

:- શા માટે વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ના નિષ્ણાત લોકો સિંહ ના રસીકરણ પ્રબળ વિરોધ કરી રહ્યા છે?
:- કારણ કે…..

:- આ સિંહો ના રસીકરણ માટે 40 દિવસ ની અંદર ત્રણ વાર અલગ અલગ સમયે ડોઝ આપવા પેડ છે જેના માટે સિંહો ને40 દિવસ સુધી પકડી ને કેદ રાખવા પેડ છે અથવા તો બેભાન કરવા પડે છે. અથવા તો અલગ પ્રકારના પાંજરામાં જબરદસ્તી દબાવી ને પુરવાર પડે છે. આ બધીજ પ્રક્રિયાઓ સિંહ માટે જોખમી અને પીડાદાયક છે

:- સિંહો ને 40 દિવસ સુધી પુરી રાખવામાં એમને ઇન્ફેક્શન થવાનો , સ્નાયુ જકડાઈ જાવાનો કે પેરાલીસીસ થાવનું જોખમ રહે છે.

:- સિંહો ને જ્યારે ટ્રેનકયુલાઈઝ કરીને બેભાન કરવામાં આવે છે એપ્રક્રિયા માં મૃત્યુ સુધીનું પણ જોખમ રહેલું છે.

:- જ્યારે સિંહોને રસીકરણ માટે નાના પાંજરામાં દબાવી ને જકડી ને પુરવામાં આવે છે ત્યારે સિંહના માથા, હાથપગ અને નખ ના ભાગમાં પાંજરામાં અથડાવાથી ઘણી બધી ઈજાઓ થતી હોય છે જે સિંહ ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે

:- આ રસી સંપૂર્ણ પણે સુરક્ષિત નથી તેનાથી પ્રાણી ને તાવ આવીશકે, નબળાઈ આવીશકે અને અમુક કિસ્સાઓ માં એલર્જીક રિએકશન આવવા થી મૃત્યુ થવાની શકયતા રહેલી છે.

:- આટલા જોખમો અને આટલી શારિરીક અને માનસિક યાતના આપવા છતાં કેનાઇન ડીસ્ટેમ્પર રોગ સામે માત્ર એક વર્ષ જ રક્ષણ મળે છે. આજ કારણ થી સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ કુદરતી રીતે વિહરતા સિંહ, વાઘ કે દીપડા નું ક્યારેય રસીકરણ કરવા માં આવેલ નથી .

:- વાઈલ્ડલાઈફ ઓફ ઇન્ડિયા ના નિષ્ણાત Y.V. Zhala ( વાઈ. વી. ઝાલા) ના જણાવ્યા મુજબ ગીર ના સિંહો નું રસીકરણ કરવુંજોઈએ નહીં. કેમકે તેનાથી અન્ય રોગો સામેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા ની સંભાવના રહેલી છે . જે સિંહો ના લાંબાગાળા ના ભવિષ્ય માટે જોખમ કારક સાબિત થઈ શકે છે.

:- આ રસી ની જોખમી આડઅસરો ને લીધે જ આફ્રિકામાં જયારે 1000 સિંહો મરીગયા હતા તો પણ બીજા કોઈપણ સિંહનું ક્યારેય રસીકરણ કરવામાં આવેલ નથી.

:- ટૂંક માં કહીએ તો સમગ્ર વિશ્વમાં જે નથી થયો એવો અખતરો આપણે એશીયાઇ સિંહો પર કરવા જઈ રહ્યા છીએ. વળી આ વેકશીન સિંહ માટે બનાવેલી ખાસ વેકશીન નથી.
હકીકત માં બિલાડી કુળ ના પ્રાણીઓ માટેની કોઈ ખાસ રસી ઉપલબ્ધ જ નથી.

:- અમેરિકાથી મંગાવેલી આ રસી હકીકતમાં નોળિઆ કુળના પ્રાણીઓ માટે વિકસાવાયેલી રસિ છે.

:- સિંહો ને આપવામાં આવેલી આ રસિની બોટલપર નોળિઆ નો ફોટો દોરેલ છે.

:- સમગ્ર વિશ્વમાં ક્યાં પણ ન થયેલું રસીકરણ નો જોખમી અખતરો આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ પણ વૈજ્ઞાનિકો ની સલાહ વિરૃદ્ધ નોળિયો કુળ ના પ્રાણીઓ માટે બનાવેલી રસી દ્વારા.

:- જંગલખાતા ના એક નિવૃત અધિકારીએ નામ નહી આપવા ની શરતે જણાવેલ છે કે આ કામગીરી માત્ર દેખાડવા પૂરતી થઈ રહી છે. આનાથી સિંહો ને ફાયદો થવાને બદલે લાંબા ગાળાનું નુકસાન થવાની શક્યતા વધુ છે.

:- આ અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલીના રાજુલામાં મુક્તરીતે વિહરતા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ એવા અંદાજીત 20 સિંહોનું ગેરકાયદેસર રીતે અને અતિશય ગુપ્ત રીતે રસીકરણ કરવામાં આવેલ છે.

:- આમાંથી અમુક સિંહોની તબિયત બગડેલી હોવાનું જાણવા મળેલ છે.

:- નિવૃત વનકર્મી એ આપેલી માહિતિ ની ચકાસણી કરતા સ્થાનિક વનકર્મીઓ અને રાજુલાના સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ એ પણ આ 20 સિંહોના ગુપ્ત રસીકરણ ની વાત ને સમર્થન આપેલ છે.
:- સામાન્ય ખેડૂતો અને માલધારીઓ પાસે નાની નાની વાતમાં લેખિત પરવાનગી માંગતુ વનવિભાગ ચોરીછુપે થી ગેરકાયદેસર રીતે સીહો ને નુકસાન થાય એ રીતે જે રસીકરણ ની પ્રક્રિયા કરી રહ્યા છે એ અત્યંત ગંભીર બાબત છે
:- જો આ રસિ હકીકતમાં સિંહો ને ફાયદા કારક હોય તો શા માટે ચોરીછુપે થી રસીકરણકરવા માં આવી રહ્યું છે?

:- નોળિયા પ્રજાતિ માટેની રસિ સિંહો ને આપવાથી ભવિષ્ય માં સિંહો ની રોગપ્રતિકારક શક્તિ નબળી પડશે અને સિંહો નો અકુદરતી મૃત્યુ આંક વધશે તો તેના માટે કોણ જવાબદારી લેશ?