Main Menu

ધારી ગીર પૂર્વ માં સિંહોના બ્લડ અને સ્વેપના નમૂના લેવાનો બીજો તબક્કો શરૂ ખાંભા તુલસીશ્યામ રેન્જ નવ સિંહો ના સેમ્પલ લેવાયા…

દશરથસિંહ રાઠોડ દ્વારા :ધારી ગીર પૂર્વ માં સિંહોના બ્લડ અને સ્વેપના નમૂના લેવાનો બીજો તબક્કો શરૂ ખાંભા તુલસીશ્યામ રેન્જ નવ સિંહો ના સેમ્પલ લેવાયા…

ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોના મોત થયા છે. તમામ સિંહોના મોત ગીર પુર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં નોંધાયા છે.બાદ 3 સિંહબાળ ના ખાંભા તુલસીશ્યામ રેન્જ માં ઇનફાઈટ મોત થયા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ અહેવાલ પછી વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી છે.

વન વિભાગ ના સૂત્રો માંથી મળતી વિગત પ્રમાણે સિંહોના બ્લડ અને સ્વેપનાં નમૂના લેવાનો પ્રથમ તબક્કો પુરો થઇ ગયા બાદ બીજો તબક્કો શરૂ કરવા માં આવ્યો છે જ્યારે પ્રથમ તબક્કામાં દલખાણિયા રેન્જનાં રોણિયા વિસ્તારને ‘એપી સેન્ટર’ માનીને તેની આસપાસનાં પાંચ કિલોમીટર વિસ્તારમાં રહેતા હડાલા , ગઢિયા , પાતળા અને ખાંભા તુલસીશ્યામ રેન્જ નાની ધારી પાસે આવન જાવન કરતાં સિંહોના નમૂના લેવામાં આવ્યા હતા. એક અંદાજ પ્રમાણે, 16 સિંહોનાં નમૂના લેવાયા હતા બાદ બે દિવસ થી ધારી ગીર પૂર્વ માં બીજા તબક્કા મા ખાંભા તુલસીશ્યામ રેન્જ ના પીપળવા , ભાણીયા , કોદિયા , ધૂંધવાણા સહિત વિસ્તાર માં કુલ 9 સિંહો ના રેસ્ક્યુ કરી નમૂના લેવામાં આવ્યા છે

આ નમૂનાઓ પુના, ઉત્તરપ્રદેશ અને ગાંધીનગર ખાતે આવેલી લેબમાં અલગ-અલગ રોગની ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, હવે બીજા તબક્કા માં સિંહો ના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે . પ્રથમ તબક્કામાં એપી સેન્ટર (જે જગ્યાએ સૌથી વધારે સિંહો મૃત્યુ પામ્યા છે ત્યાંથી)થી પાંચ કિલોમીટર સિંધીનો વિસ્તાર આવરી લીધો. બીજા તબક્કા માં હવે પાંચ થી દસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. જેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જ માં પીપળવા માં સિંહ અને સિંહણ એમ બે , કોદીયા માં બે સિંહણ , ભાણીયા માં બે સિંહણ એક સિંહબાળ , અને ધૂંધવાણામાં બે સિંહણ ના નમૂના લીધેલ છે આમ કુલ 9 સિંહો ના સેમ્પલ અને સ્વેપના નમૂના લેવામાં આવ્યા છે આ સિવાય, ખાસ કરીને, દલખાણિયા વિસ્તાર સિવાય, અન્ય કોઇ જગ્યાના સિંહોનાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવે, તો તે સિંહોના વસવાટની આસપાસનાં પાંચ કિલોમીટર વિસ્તારમાં વસતા સિંહોના બ્લડ અને સ્વેટનાં નમૂના લેવામાં આવશે. આ કામ સાથે જોડાયેલા અધિકારીઓ કહે છે કે, સામાન્ય રીતે, કુલ સિંહો હોય તેના છ ટકા વસ્તીના નમૂના એકઠા કરવા પડે. જેને રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કહે છે. અગત્યની વાત એ છે કે, અત્યાર સુંધીની અહેવાલોમાં, રોણીયા વિસ્તારનાં સિંહોના સિવાય આપસાસ રહેલા સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યો નથી. જ્યારે સાવર કુંડલા રેન્જ માં આંબરડી માંથી એક સિંહનું રેસ્ક્યુ કરી સારવાર મા જસાધાર એનિમલ કેર સેન્ટર મા ખસેડાયો હતો તો ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રબારીકા રાઉન્ડ માંથી લંગડી સિંહણ નું રેસ્ક્યુ કરી સારવાર આપવા મા આવી હતી

કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બબેસિયા રોગથી 1994માં તાન્જાનિયામાં 1000થી વધારે સિંહોના મોત નિપજ્યા હતા. તાન્ઝાનિયામાં જ્યારે સિંહો મૃત્યુ પામ્યા હતા ત્યારે જે સંશોધકોએ કામ કરેલું તેમને ગુજરાત સરકારે નિમંત્રણ આપ્યુ છે અને તેમની મદદ માંગી છે. આ તજજ્ઞોમાં રિચર્ડ કોકનો પણ સમાવેશ થાય છે.