Main Menu

ખાંભાના નજીક આવેલ મોટા બારમણ રાયડી ડેમમા પીવાનું પાણી અનામત રાખવા આઠ ગામોના સરપંચશ્રી ઓની ઉચ્ચકક્ષાએ લેખીત રજુઆત

દશરથસિંહ રાઠોડ દ્વારા:ખાંભાના નજીક આવેલ
મોટા બારમણ રાયડી ડેમમા પીવાનું પાણી અનામત રાખવા આઠ ગામોના સરપંચશ્રી ઓની ઉચ્ચકક્ષાએ લેખીત રજુઆત

જાણવા મળતી વિગત મુજબ મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઇ વાઢેર દ્વારા ભુડણી,એબલવડ,માણસા,લોર,ફાચરીયા,પીંછડી,નીંગાળા ગામોના સરપંચશ્રી ઓ સાથે સંકલન કરી મોટા બારમણ ગામે આવેલ રાયડી ડેમ નુ પાણી દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાથી પીવા ના હેતુ માટે અનામત રાખવા કલેક્ટર શ્રી અમરેલી અને પાણી પુરવઠા બોર્ડને લેખીતમા રજુવાત કરવામા આવી છે

હાલ સોમાચુ વરસાદ અપુરતો થયો હોવાથી સમગ્ર ગુજરાત ભર મા દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાથી આવનારા સમયમા પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નુ નિર્માણ થવાનો સંભવ હોય જેથી ખાંભા અને જાફરાબાદ તાલુકાના તેર જેટલા ગામમા પીવા અને પશુઘન માટે નો આધાર સ્થભ એક માત્ર રાયડી ડેમ છે માટે ડેમનુ પાણી પીવા અને પશુધન માટે અનામત રાખવા ઉચ્ચ કક્ષાએ લેખિત રજુવાત કરી હોવાનુ જાણવા મળે છે
ખાંભા જાફરાબાદ તાલુકા ના સંરપચોની ગામોની જનતા વતી રજુવાત મા જણાવવામાં આવેલ છે રાયડી ડેમ ના પાણી પર તેર જેટલા ગામોને પીવાનું પાણીનો આઘાર છે હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાથી આવનારા સમયમા પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નુ નિર્માણ થવાની પુરતી દહેશત થવાનો સંભવ છે માટે ડેમમા પીવાના હેતુ માટે પાણી અનામત રાખવા રજુ વાત કરેલ છે તેમ છતા જો પીવાના હેતુ માટે તંત્ર દ્વારા યોગ્ય કરવામા નહી આવે તો આગામી સમયમા આ ગામોના ગામ લોકોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમા જણાવ્યુ હતુ