Main Menu

અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના પીપાવાવ રિલાયન્સ નેવલનું ટ્રેનીંગ શિપનું વરુણ નું લોંચિંગ કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું સી.જી.૦૨૦ નું શીપ ૯૬૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે

એસ. એન. ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના પીપાવાવ રિલાયન્સ નેવલનું ટ્રેનીંગ શિપનું વરુણ નું લોંચિંગ કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું સી.જી.૦૨૦ નું શીપ ૯૬૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ છે ૯૬૦ કરોડના અદ્યતન ખર્ચે તૈયાર થઈ રહેલું અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલ પીપાવાવ રિલાયન્સ નેવલ નું કોસ્ટ ગાર્ડનું ટ્રેનિંગ શીપ જે ૯૬૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જેનું લોંચિંગ આજે કોસ્ટગાર્ડના જનરલ રાજેન્દ્ર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું આ કોસ્ટગાર્ડ ના ટ્રેનીંગ શિપને વરુણ નામ આપવામાં આવ્યું છે આ શીપમાં ૧૦૧ કોસ્ટ ગાર્ડના જવાનોને ટ્રેનીંગ આપી શકાય તેવી અતિ આધુનિક કોસ્ટ ગાર્ડની શીપ અત્યાર સુધીમાં સૌથી મોટી શીપ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ૧૯૮૬ માં બનેલી કોસ્ટગાર્ડ ની શીપ બાદ પ્રથમ ભારતીય બનાવટની આધુનિક કોસ્ટ ગાર્ડ શીપ ને ૨૦૧૯ ના મેં મહિનામાં કોસ્ટગાર્ડ ને સોંપવામાં આવશે ત્યાં સુધીમાં આધુનિક હથિયારોથી સજ્જ આ કોસ્ટગાર્ડનું શીપ હથિયારો સાથે ૯૬૦ કરોડમાં તૈયાર થઈ રહ્યું હોવાનું પીપાવાવ રિલાયન્સ શીપ યાર્ડના સી.ઇ.ઓ.દેબાશીશ બીર એ જણાવ્યું હતું