Main Menu

રાજુલામાં નગર પાલીકા મા ચીફ ઓફિસરની વરણી કરાઈ 

રાજુલામાં ચીફ ઓફિસરની વરણી કરાઈ

-ભાજપ અને ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત બાદ મળેલી સફળતા રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર નિવૃત થયા બાદ જગ્યા ખાલી હતી ચાર્જમાં વહીવટ ચાલતો હતો અને પ્રજાને હાડમારી પડતી હતી આ બાબતે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા ભાજપના આગેવાનો માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી રવુભાઇ ખુમાણ તેમજ મયુરભાઈ દવે દ્વારા આ ચીફઓફીસરની જગ્યા ભરવા સરકારમાં રજુઆત થઇ હતી બાદમાં ગઈકાલે રાજુલા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે શ્રી ગામીત ની વરણી થતા હાલ શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી