Main Menu

નવરાત્રીને અનુલક્ષીને સાવરકુંડલા સીટી પોલીસમથક માં પોલીસ તંત્ર દ્વારા બોલવાયેલા શાંતિ સમિતિ લોક દરબારમાં હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાતગે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં કૉમી એકતાના ભાવથી માં જગદંબાની નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસના ભાવથી ઉજવવાનું નક્કી થયું

સાવરકુંડલા

ફારૂક કાદરી

નવરાત્રીને અનુલક્ષીને સાવરકુંડલા સીટી પોલીસમથક માં પોલીસ તંત્ર દ્વારા બોલવાયેલા શાંતિ સમિતિ લોક દરબારમાં હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાતગે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં કૉમી એકતાના ભાવથી માં જગદંબાની નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસના ભાવથી ઉજવવાનું નક્કી થયું હતું
અમરેલી જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય દ્વારા કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને હિન્દૂ મુસ્લિમોના પાવન અવસરો પર કોમી એકતા અને બંધુત્વની ભાવનાઓ અકબંધ જળવાઈ રહે સાથે જાહેર જનતાની સુરક્ષા અને જાળવણી નિભાવતું પોલીસ તંત્ર દરેક તહેવારોમાં લોકો નિર્ભય બનીને તહેવારો ઉજવી શકે તેવા હેતુને સાકાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન તળે ડી.વાય.એસ.પી.માવાણી ની આગેવાનીમાં સાવરકુંડલા સીટી પોલીસ મથક ખાતે હિન્દૂ મુસ્લિમોની શાંતિ સમિતિની મીટીંગ સાથે 24 કલાક અને 365 દિવસ ખડેપગે રહેનાર પોલીસ તંત્રને સ્થાનીક અગ્રણીઓ દ્વારા નવરાત્રીમાં રોમીયોગીરી, બાઈકમાં એરહોર્ન મારીને થતી પરેશાની, અને પીધેલા છાકટા બનતા તત્વો સામે પોલીસ કડકાઈભરી કામગીરી કરે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરતા ડી.વાય.એસ.પી.માવાણી અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.બી.ચાવડા એ ખાત્રી આપી હતી કે તહેવારોમાં કોઈપણ અસામાજિક તત્વો ને સખ્ત હાથે પોલીસ તંત્ર શહે શરમ વિના કામગીરી કરશે જેનો વિશ્વાસ આપ્યો હતો દરેક વાર તહેવાર માં દરેક સમાજના લોકોનો સાથ સહકારથી નવરાત્રી અને દીપાવલી નું પર્વ ઉજવાઈ તેવી પોલીસ તંત્રની કામગીરી રહેશેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો શાંતિ સમિતિની મીટિંગનો ધ્યેય ખરા અર્થમાં સાર્થક કરવાના પોલીસતંત્રના અભિગમની મળેલી શાંતિ સમિતિની મિટિંગમાં રામ જન્મોત્સવ કમીટી ના અધ્યક્ષ મહેશભાઈ સુદાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કાનાભાઈ મશરૂ, કરશનભાઈ ડોબરીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી, હિતેષ સરૈયા, પિયુષ મશરૂ, બટુકભાઈ ઉનાવા, ઘનશ્યામ બોરીસાગર, આલકુંભાઈ, હરીકાકા સગર, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, હાજી દિલાભાઈ ભટ્ટી, અજીતભાઈ જોખીયા, મુસ્તાકભાઈ જાદવ, પત્રકાર પ્રદીપભાઈ દોશી, પત્રકાર ફારૂક કાદરી, ઇકબાલ ગોરી સહિતના અગ્રણીઓની હાજરી વચ્ચે શાંતિ સમિતિની બેઠક સંપન્ન થઈ હતી સાવરકુંડલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.બી.ચાવડા એ દરેક તહેવાર શાંતિ, એકતા અને ભાઈચારાથી ઉજવાઈ તેમાટે જિલ્લા પોલીસ તંત્ર હમેશ પ્રજા માટે ખડેપગે રહેશે તેવી ખાત્રી આપી હતી નવરાત્રી ના અવસરે બહેન દીકરીઓ સલામત રીતે તહેવાર ઉજવે તેમાટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ ગોઠવાયું છે પોલીસ પ્રજાની રક્ષક છે અને રક્ષણ ની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય ની સૂચના અને માર્ગદર્શન મુજબ માં જગદંબા નો પર્વ શાંતિથી ઉજવાઈ તેની ખાત્રી પોલીસ તંત્રે આપી હતી