Main Menu

શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.બગસરા ની સાધારણ સભા યોજાઈ. બગસરા વિસ્તાર નું ગૌરવ વધારનાર અનેક લોકોને સન્માનિત કરાયા

શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.બગસરા ની સાધારણ સભા યોજાઈ.

બગસરા વિસ્તાર નું ગૌરવ વધારનાર અનેક લોકોને સન્માનિત કરાયા
બગસરા તા.30/9/18

બગસરા ની શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ની સામાન્ય સભા તારીખ 30 ને રવિવારના રોજ યોજાઈ જેમાં બગસરા તાલુકાનું ગૌરવ વધારનારા વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી અનેક સામાજીક અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા.
બગસરા સમર્થ સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ જેમાં બગસરા તાલુકાના ૧૩ જેટલા વિદ્યાર્થીઓ જેમણે રાષ્ટ્રીય કક્ષાએ શહેર નું ગૌરવ વધારેલ છે તેમને સમ્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત બગસરા ના સાહિત્ય ના ઘરેણા સમાજ તેમજ અનેક સાહિત્યના એવોર્ડ થી સન્માનિત થયેલ કવિ સ્નેહી પરમાર તથા હાલમાં જ એન. સી. સી. યુનિટ બગસરા ના ટ્રેનિંગ પૂર્ણ કરેલ ઓફિસર વિનોદભાઈ જેઠવા, સી.એ ની પરીક્ષા પાસ થનાર બગસરા ના વિદ્યાર્થી તેમજ મોક્ષવાહીની ના દાતા શ્રી સંજયભાઈ શિંગાળા સહિત અનેક લોકોને સન્માનિત કરવામાં આવ્યા. સમર્થ શરાફી સહકારી મંડળીની આઠ મી સામાન્ય સભામા શ્રી ડી.કે.રૈયાણી, કૌશિક ભાઈ વેકરીયા,સુખદેવભાઈ ધામેલીયા,મનસુખભાઇ ભુવા, મનીષભાઇ સંઘાણી,જય મસરાણી, કાંતીભાઇ સતાસિયા,રાજુભાઈ માંગરોળીયા એ. વી. રિબડીયા તથા રશ્મિનભાઈ ડોડીયા,કનુભાઈ પટોળીયા,વિઠ્ઠલભાઇ ગઢીયા,ધીરુભાઈ કોટડીયા,મહેશભાઈ વ્યાસ સહીતના સહકારી આગેવાનો એ ઉપસ્થિત રહી પ્રેરણા પૂરી પાડી હતી.
આ ઉપરાંત સમર્થ શરાફી સહકારી મંડળી દ્વારા દીકરીના જન્મને વધાવવા જે સભાસદોને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તેઓને કીટ અને રુ 11000/ના દરેક ને બોન્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
તેમજ આગામી દિવસોમાં મંડળી ના સભાસદો અને વિસ્તાર માટે મંડળીના સ્થાપક ચેરમેન અનિલભાઈ વેકરીયા દ્વારા વિવિધ યોજનાઓ ની જાહેરાત કરવામાં આવી હતી.
સભા નુ સંચાલન જાણીતા રેડીયો કલાકાર શ્રી ઉમેશ ચાવડા એ કર્યું હતું.
એમ શ્રી દિપકભાઈ આંબલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.