Main Menu

ઓસમાણ મીર દ્વારા મોગલ માતા પર લખાયેલા નવા ગીતે ઘુમ મચાવી ઓસમાણ મીર અને કીર્તિ દાન પ્રથમ વખત વીડિયો સોંગ માં સાથે આવ્યા . બને મિત્રો ની જોડી એ ધૂમ મચાવી

કેતન બગડા અમરેલી

 

મોગલ માતા પર લખાયેલું નવું ગીત બહુ જ વખણાયું
ઓસમાણ મીરે માન્યો ચાહકોનો આભાર

જ્યારે તમે કંઈક નવું કરો… તો તમને એમાં સફળ ના થાવ ત્યાં સુધી સહેજ ડર રહ્યા કરે.. પણ તમારા દિલમાં અને મનમાં રહેલો વિશ્વાસ તેમજ તમે કરેલી મહેનત તમને સફળતા અપાવે જ. આ શબ્દો છે જાણીતા બોલિવૂડ સિંગર ઓસમાણ મીરના. ઓસમાણ મીર અને કીર્તિદાનની જોડીને એક સાથે એક જ ગીતમાં દર્શાવતું મોગલ માતાનું ભક્તિ ગીત હાલમાં જ રજુ થયું છે. ગીત રજૂ થતાં પહેલા જ ગીત અને ગીતની વાતો ચર્ચામાં હતી. આ ચર્ચાનું કારણ હતું, ઓસમાણ મીરના જ શબ્દો, કમ્પોઝિશન અને ગાયકીનો ત્રિવેણી સંગમ આ ગીતમાં જોવા મળ્યો છે.

મન મંદિરીયે રહેતી મોગલ.. ગીતનું મુખડું સ્વયં જ ઉગ્યુ.. એમ કહી ઓસમાણ મીરે ગીત વિશેની પોતાની યાદ પોતાના શબ્દોમાં જણાવતા કહ્યું કે, ‘‘મારા એક કાર્યક્રમ બાદ, ઘરે પરત આવતી વખતે અચાનક જ મોગલ માતા માટે એક ગીતનું મુખડું મનમાં સ્ફૂર્યુ. આમીરે કહ્યું કે ગીત મોગલ માતાજીના ચરણે નોરતા પહેલા જ ભેટ ધરો.. ને મે એ કર્યુ… જો કે, ગીત લોકોએ હવે વખાણ્યુ છે ત્યારે ઉત્સાહ બેવડાયો છે. ઓસમાણ મીરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, “ગાયક તરીકે તો ચાહકોએ કાયમ વખાણ્યો છે પરંતુ મન મંદિરીયે રહેતી મોગલ ગીતમાં તો મુખડું મે લખેલું. સાથે જ ગીત પણ મે જ કમ્પોઝ કર્યુ હતુ. ને ખાસ તો મારા પરમમિત્ર અને જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી અને હું પહેલીવાર કોઈ સોંગમાં સાથે આવ્યા છીએ… એટલે આ ગીતને લઈને હું ઘણો જ આશાસ્પદ હતો. એ આશા પર ખરો ઉતરવાનો આનંદ અનેરો હોય છે.”

ઓસમાણ મીરના આ ગીતમાં કીર્તિદાન ગઢવી પણ જોવા અને સાંભળવા મળે છે. મોગલ છેડતા કાળો નાગ સહિત મોગલ માતાની આરાધનાના ગીત કીર્તિદાન ગઢવી પાસેથી સાંભળવા એક લહાવો છે ત્યારે તેમના જ કંઠમાં આ નવુ નક્કોર ગીત હવે ચાહકોને ભક્તિરસમાં તરબોળ કરે છે . આ પ્રકારના કોઈ વીડિયો સોંગમાં ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી સાથે આવતા હોય તેવી પણ આ પહેલી ઘટના છે. ગાયક કિર્તીદાન ગઢવી પણ આ ગીતને લઈને કહે છે કે, “માતાજીની આરાધના માટે ગવાયેલું આ એક એવું ગીત છે, જે મારા હ્રદયને સ્પર્શ્યુ છે. એમાં પણ આ ગીતનું મુખડું ઓસમાણ મીર દ્વારા રચાયું છે એટલે મારા માટે તો આ ગીત એ દોસ્તી અને ભક્તિનું ગીત છે. આ ગીત ચાહકોને ગમ્યુ તેનો અનહદ રાજીપો છે.

આ ગીતમાં ભક્તિભાવ ભર્યુ અને સૌને હોઠે ચડી જાય તેવું કમ્પોઝિશન છે. તો સરસ મજાનું કમ્પોઝિશન જે સાંભળે તેને યાદ રહી જાય છે. ને હા.. સંગીત એ આ ગીતનું જમાપાસુ છે. ઓસમાણ મીરે મુખડુ લખ્યા બાદ છંદ સાથે આખુ ગીત કવિ ઘનશ્યામે રચ્યુ છે. કુણાલ પરમારે આ ગીતનું મ્યૂઝિક અરેન્જમેન્ટ કર્યુ છે. સોશ્યલ મીડિયા પર લોંચ થવાની સાથે જ ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીના ગીતને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. મન મંદિરીયે રહેતી મોગલ ગીત ઓસમાણ મીરની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/osmanmir પર 30 તારીખે સવારે બરાબર 11 વાગ્યે લોંચ થયું. ગીત લોંચ થવાની સાથે જ ચાહકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. ઓસમાણ મીરની યુ ટ્યુબ ચેનલ પર આ ગીતના વ્યૂઝ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. પહેલીવાર જ આ બંને ગાયકો કોઈ ગીતમાં જોવા મળ્યા છે, આ ગીતનો પ્રોમો જ્યારથી સોશ્યલ મીડિયામાં લોંચ થયો ત્યારથી જ તેમના ચાહકો ગીતની રાહ જોઈ રહ્યા હતા. ગીત લોંચ થવાની સાથે જ ચાહકોએ ગીત માણ્યું છે.


error: Content is protected !!