Main Menu

  એસ. એન. ન્યૂઝ મોર્નિંગ….. અપડેટ

                       ⛔ એસ. એન. ન્યૂઝ મોર્નિંગ અપડેટ ⛔

🔴 અમરેલી જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા જીલ્લા ભાજપ દ્વારા કરાઈ માંગ – ઓછા વરસાદના કારણે ઘાસચારો,પાણી અનેરોજગારીની સ્થિતી વણસે તે પહેલા જરૂરી પગલા લેવા પ્રમુખ હિરપરાએ મુખ્યમંઞીને રૂબરૂ મળી રજુઆત કરી
➡ અમરેલી જીલ્લા કેમિસ્ટ એસોસિએશને મેડીકલ સ્ટોર ભારત બંધના એલાનને મળ્યુ જબરૂ સમથૅન – જીલ્લાના તમામ તાલુકાઓમા નક્કી કરાયેલ મેડીકલ સિવાય તમામ મેડીકલ સ્ટોર બંધ રહ્યા
🔴 અમરેલી ક્રાઈમ બ્રાંચ ટીમને મળી વધુ એક સફળતા – જીલ્લામા અલગ અલગ સ્થળે 5 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો – મુદ્દામાલ સાથે તસ્કરની ધરપકડ કરી
➡ લગ્નના નામે છેતરાયો લાઠીનો વધુ એક યુવાન. – લગ્નના 15 દિવસમા જ ગોંડલની યુવતી રોકડ રકમ, ટીવી સહિત ઘર સામાન લઈ થઈ ગઈ રફુચક્કર- પોલીસ ફરીયાદ નોંધાઈ
🔴 સિંહોએ ફરી કયુૅ નાઈટ વૉલ્કીંગ – ખાંભાના મોટા બારમણ ગામમા વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટી
➡ સા.કુંડલા/ લિલીયાના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે ના.મુખ્યમંઞીને તાલુકાના વિવીધ બિસ્માર માગોૅની મરામત કરવા માંગણી કરી
🔴 સોશ્યલ મિડીયામા ખોટા મેસેજો કે બનાવટી વિડીયો ક્લિપ વાયરલ કરનાર સામે કડક પગલા લેવા પોલીસ સજ્જ – બે વગૅ વચ્ચે વૈમનસ્ય,હિંસા થાય તેવા કૂત્ય સામે પોલીસ દ્વારા કરાશે કાયૅવાહી – રાજ્ય પોલીસ વડાએ આપી સુચના
➡ જીલ્લામા ” શહિદ ભગતસિંહ જન્મદિન” ઉજવણી કરાઈ – શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અપૅણ કરી ઉજવાઈ જ્યંતિ
🔴 રાજુલાના ધારેશ્વર ગામની પરિણીતા ગુમ થયાની પોલીસ ફરીયાદ – પોલીસે ગંભીરતાથી તપાસનો ધમધમાટ શરૂ કયોૅ
➡ બાબરા પાલિકા પ્રમુખ/ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ – પ્રમુખ પદે વનરાજભાઈ વાળા,ઉપપ્રમુખ પદે જગદિશભાઈ કાથરોટીયા બિનહરીફ ચુંટાયા
➡ અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડે પેરોલ રજા પરથી ફરાર આરોપીને ઝબ્બે કરી બગસરા પોલીસને સોંપાયો
🔴 અમરેલીમા વડી સિંચાઈ યોજનાનુ પાણી પીવા માટે અનામત રાખવા જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન પાઠવી રજુઆત કરાઈ
➡ દામનનગર ખાતે કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતગૅત કાયૅક્રમ યોજાયો
➡ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપ દ્વારા અમરેલીમા આજે ઉગ્ર દેખાવ- સરદાર પટેલ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા ભાજપ દ્વારા હાંકલ કરાઈ
🔴 સા.કુંડલા રૂરલ પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ – ગ્રામ્ય વિસ્તારોમા કોઈ ઘટના ઘટે તે પહેલા સા.કુંડલા રૂરલ પોલીસ દ્વારા આગોતરા પગલા લેવાતા પ્રેરણાદાયી કામગીરી






error: Content is protected !!