Main Menu

બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

રાજુ બસિયા બાબરા

બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

બાબરામાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં ગણેશ મહોત્સવ દરમિયાન ધૂન ભજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ ના કારણે ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે
અહીં વિવિધ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે
ત્યારે અહીં ભગવતપરા વિસ્તારમાં માં ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે માં ગ્રુપ ના સભ્યો દ્વારા બાળકો ને બટુક ભોજન કરાવી ઉત્તમ સેવાનું કાર્ય કર્યું હતું અહીં મોટી સંખ્યામાં બાળકો એ બટુક ભોજન નો લાભ લીધો હતો આ તકે બાબરા શહેર ના સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે તમામ બાળકો ને બટુક ભોજન કરાવ્યું હતું
જેમા જીલા ક્ષિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રભાત ભાઈ કોઠીવાળ , ખીમજીભાઈ મારુ , બીપીનભાઈ રાદડીયા , વનરાજભાઈ વાળા , બાવકુભાઈ બસીયા , ભુપતભાઈ બસીયા , મયુરભાઈ રાવળ , નીતીનભાઈ રાઠોડ, મુનાભાઈ મલકાણ , ડાયાભાઈ સેલીયા , નરુભાઈ ત્રિવેદી , સુરેશભાઈ ભાલાળા , સૌકતભાઈ ગાગાણી , અનિલભાઈ ચોહાણ , તેજસભાઈ તના , અને પત્રકારો રાજુભાઈ બસીયા , પંકજભાઈ ઈનદોડીયા , દિપકભાઈ કનૈયા અને મોટી સંખ્યામાં મા ગુપ ના સભ્યો ઉપસથીત રહ્યા હતા
કાયકમનુ સંચાલન અરવિદભાઈ ત્રીવેદી કરવામા આવ્યું હતું


error: Content is protected !!