Main Menu

બંને હાથ ન હોવા છતાં મકમતા થી લાઇફ કરિયર બનાવતો ખત્રીવાડા નો યુવાન આપણી ગુજરાતી ભાષા માં એક કહેવત છે કે “”નબળા મન ના માનવી ને રસ્તો પણ જડતો નથી જ્યારે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી “”આ કહેવત ને ખરા અર્થ માં અને સાચા દિલ થી સાર્થક કરતો ટિંબી ના સનખડા ગામ નો યુવક વનેચંદ શિયાળ

 

“””””””જીના ઇસી કા નામ હે “”””””

શાહિદ ભટ્ટી વિક્ટર બંને હાથ ન હોવા છતાં મકમતા થી લાઇફ કરિયર બનાવતો ખત્રીવાડા નો યુવાન

આપણી ગુજરાતી ભાષા માં એક કહેવત છે કે “”નબળા મન ના માનવી ને રસ્તો પણ જડતો નથી જ્યારે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી “”આ કહેવત ને ખરા અર્થ માં અને સાચા દિલ થી સાર્થક કરતો ટિંબી ના સનખડા ગામ નો યુવક વનેચંદ શિયાળ
આજ ની આ એકવીસ મી સદી ના યુવક યુવતી ઑ ને ભણાવવા ગણાવવા માટે થઈ ને વાલીઓ તનતોડ મહેનત કરીને એક પોતાના સંતાન નું ભવિષ્ય સારું જોવા માંગતા હોય છે પરંતુ એજ સંતાન યુવાની માં પ્રવેશ કરે આટલે માતા -પિતા ની સલાહ સૂચન સહિત ના માર્ગ દર્શન ને અવગણીને બિન્દાસ પોતાની મન માની કરતા અનેક જોયા હશે તેમજ લગ્ન બાદ જે માતા પિતા યે આપને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું એજ માતા પિતા ને લગ્ન બાદ આજ નો યુવા વર્ગ વ્રુધ્ધા શ્રમ નો માર્ગ જોવા મજબૂર કર્યા ના અનેક કિસ્સાઓ અનેક વખત પ્રકાશ માં આવ્યા છે ત્યારે ટિંબી ના સનખડા ગામે રહેતો અને મૂળ ખત્રીવાડા જી .ગિર સોમનાથ નો વનેચંદ ધીરૂ ભાઈ શિયાળ નામ નો યુવક જે માત્ર 19વર્ષ નીજ ઉંમર ધરાવે છે અને બંને હાથ ન હોવા છતાં પોતાના દરેક કામ આસાની થી કરી રહ્યો છે અને સાથે સાથે અનેક સીધી હાંસલ કરવા આગળ આવી રહ્યો છે
વનેચંદ ધીરૂ ભાઈ શિયાળ હાલ ટિંબી નજીક રહે છે અને રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત આઈ ટી આઈ ( સેડિ)માં બી પી ઑ માં અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સાથે બી સી એ માં સેમ .5માં ગ્રેજ્યુએટ થઈ રહ્યો છે વનેચંદ ધોરણ 5માં અભ્યાસ કરતો તે સમય દરમિયાન અકસ્માતે કુદરત ની થપાટ નો ભોગ બન્યો અને ઇલેક્ટ્રીક શોક સર્કિટ માંજ બંને હાથ ગુમાવવા મજબૂર બન્યો ત્યાર થીજ જીવન માં કંઈક કરી નેજ બેસવા ની નેમ લઈ ને દરેક પરિસ્થિતિ નો સામનો હોશ ભેર કરવા મન ને મક્કમ કર્યું અને આજે હોશ ભેર પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યો છે મધ્યમ વર્ગ માંથી આવતો આ યુવક કોઈ પણ પાસે હાથ લાંબા કર્યા વગર અભ્યાસ માટે દરરોજ ચાલીને જાય છે અને રોજ બરોજ નું પોતાનું તમામ 80%કાર્ય જાતેજ કરે છે

વનેચંદ નો તસ્વીર પરિચય ..ન .1
વનેચંદ પોતાના બંને હાથ માત્ર કોણી સુધી હોવા છતાં તે સારા માં સારું પેન્ટિંગ કરે છે તેમજ ડેશ બોર્ડ પર રેગ્યુલર સ્પીડ સાથે કઈ પણ લખી શકે છે અને તે પણ સુંદર રાઇટિંગ સાથે અને જે હોમ વર્ક આપ્યું હોય તે નોટ બુક માં તે જાતેજ પૂરું કરે છે તેમજ સાઈકલ પણ ચલાવી શકે છે ….
તસ્વીર ન ..2વનેચંદ નું કોમ્પ્યુટર વર્ક …..હાલ ના ઈ યુગ માં કોમ્પુટર મોબાઇલ અને ઇન્ટર નેટ ની દુનિયા પણ આ યુવક કંઈ પાછળ નથી સામાન્યરીતે ટાયપિંગકરવા માં હાથની આંગળીઓ વગર કંઈજ કરવું અ શક્ય છે પણ વનેચંદ અ શક્ય ને પણ શક્ય કરી રહ્યો છે કી બોર્ડ પર આંગળીઓ નું મહત્વ ખુબજ હોય છે અને તમામ કામ આંગળીઓ ના ટેરવે જ થતું હોય છે અને આંગળીઓ નાં હોવા છતાં આ યુવક કોમ્પ્યુટર માસ્ટર છે …..
વનેચંદ નો સંદેશ ….””મત કર યકીન અપની હાથોં કી યે લકીરોપર નસીબ તો ઉનકે ભી હોતે હે મેરે દોસ્ત જિનકે દોનો હાથ નહીં હોતે આ સંદેશ પણ આજના જમાના ના લોકો ને ઘણું બધું કહી જાય છે જેમકે સામાન્ય રીતે અનેક ચોકસ સમુદાય માંથી આવતા લોકો સાજા સારા તંદુરસ્ત થઈ ને પણ ભિક્ષા વ્રુતિ કરીને પોતાનું પેટ ભરવા ની રાહ મા હોય છે તેવા લોકો આ યુવક પાસે થી પેરણા રૂપ કે હાથ ન હોવા છતાં કામ કાજ કરીને પગ ભર થઈ ને જીવનમાં સુખ મય બનાવવું અને રહેવું ….
વનેચંદ નું સપનું …….વનેચંદ ના પરિવાર માં માતા પિતા બે બહેનો અને એક નાનો ભાઈ છે જેમાં માતા પિતા ખેત મજૂરી કરીને હાલ પરિવાર નું ગુજરાન ચલાવે છે અને મારું કહેવું માત્ર એટલું જ છેકે ઈશ્વર ક્રુપા થી જો મને કોઈ સારી નોકરી મળે તો હું મારા માતા પિતા ને ખેત મજૂરી કરતા અટકાવી શકુ અને મારે ઈશ્વર ક્રુપા થી એક સારામાં સારા વક્તા પણ બનવું છે અને તેના માટે પણ હું મહેનત કરી રહ્યો છું ……..