Main Menu

૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વે ની અમરેલી જિલ્લા ની ઉજવણીલીલીયા ખાતે યોજવામાં આવી કેબિનેટ પ્રધાન  શ્રીકુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વે ની અમરેલી જિલ્લા ની ઉજવણીલીલીયા ખાતે યોજવામાં આવી કેબિનેટ પ્રધાન
શ્રીકુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

અમરેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં રંગારંગ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજૂ થયા

વિકાસકાર્યો માટે કલેકટરશ્રી આયુષ ઓકને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ
તા.૧૫ ઓગષ્‍ટ, ૨૦૧૮ બુધવાર

૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વની લીલીયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાણી-પુરવઠા અને પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. મંત્રીશ્રીએ, સ્‍વાતંત્ર્ય સેનાનીશ્રીઓને શાલ ઓઢાડી, સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્‍માનિત કર્યા હતા.

આ પ્રસંગે પાણી-પુરવઠા અને પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, રાષ્‍ટ્રની આઝાદી માટે લડનારા સ્‍વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૨માં સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

રીપોર્ટ. .હનીફ કાતીયાર લીલીયા


error: Content is protected !!