Main Menu

બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના શરદ પંડ્યા નાં ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને  ભાજપના અગ્રણીઓ પધાર્યા

સાવરકુંડલા
રાજકારણમાં રહીને પારિવારિક સંબંધો અકબંધ જાળવવાના ધ્યેય રાખતા સાવરકુંડલા બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને  ભાજપના અગ્રણીઓ પધારતા ભાવભેર સન્માનિત કરીને અમરેલી જિલ્લાના રાજકારણની પળપળની માહિતી લઈને 2019 માટેના રાજકારણના ચોખઠાં ગોઠવવાની રણનીતિ ની સહવિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
            સાવરકુંડલા ના યુવા અગ્રણી અને જિલ્લા ભાજપના મહામંત્રી પદે સેવા આપી ગયેલા સ્વભાવના સરળ ગણાતા બ્રહ્મસમાજના અગ્રણી શરદ પંડ્યા ના નિવાસસ્થાને કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા એ પધારીને મહેમાનગતિ માણી હતી સાથે સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા,  પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ કાનાણી, પાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવા, જિલ્લા ભાજપના પીઢ આગેવાન દિનેશભાઇ પોપટ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સાવરકુંડલા યુવા ભાજપના પ્રમુખ અરવિંદ મેવાડા, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ, સહિતના જિલ્લા ભાજપના મોભીઓ સંગાથે યુવા ભાજપના કાર્યકારોથી લઈને પીઢ નેતાઓએ આગામી 2019 માટે અત્યારથીજ તૈયારી માં લાગી જવાની હાકલ કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાએ કરી હતી સાથે શરદ પંડ્યાની મહેમાનગતિ માણીને શરદ પંડ્યાના સહપરિવાર સાથે અસલ કાઠિયાવાડી શૈલી માં રૂપાલા એ ખડખડાટ હાસ્યની છોળો ઉડાડી હતી

error: Content is protected !!