Main Menu

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક ના કમાન્ડો અલ્તાફ રાઠોડની દીકરી તાહીરા અલતાફભાઈ રાઠોડ અને સોહા અલ્તાફભાઈ રાઠોડ એ રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા

અમરેલી
       રમજાન માસમાં રોજા રાખીને ખુદાની બંદગી દરેક મુસ્લિમો કરતા હોય છે પણ  બાળપણથીજ ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો પર ચાલવાની ધાર્મિક ટેક ને વરેલા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નીરલિપ્ત રાય ના કમાન્ડો અલ્તાફ રાઠોડ ની બન્ને દીકરી અને ભાણકી એ આખા રમજાન માસના રોજા રાખીને કુરાનેપાકની તિલાવત કરીને અલ્લાહની બંદગી કરીને પોલીસ બેડાની શાન વધારી છે
         અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક ના કમાન્ડો અલ્તાફ રાઠોડની દીકરી તાહીરા અલતાફભાઈ રાઠોડ (ઉ.વ.8) અને સોહા અલ્તાફભાઈ રાઠોડ (ઉ.વ.11) એ રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા હતા સોહા, તાહીરા ની માતા અનિશાબેન અલ્તાફભાઈ રાઠોડે બન્ને દિકરીઓએ કરેલા ઇસ્લામના સિદ્ધાંતો મુજબ રોજા રાખીને ખુદાની બંદગી કરતા હર્ષભાવીત થયા છે તો અલ્તાફ રાઠોડની બહેન શમીમબેન જાહિદખાન પઠાણ ની દીકરી અને કમાન્ડો રાઠોડની ભાણેજ ઝૈનબ જાહીદખાન પઠાણ (ઉ.વ.10)એ પણ રમજાન માસના 30 રોજા પૂર્ણ કરીને અલ્લાહની બંદગી કરીને ઇસ્લામ ધર્મની શરીયાત મુજબ નાની દિકરીઓએ દરેક મુસ્લિમોને શીખ આપી છે ત્યારે દીકરી અને ભાણેજ ની એકમાસની તપસ્યા માટે કમાન્ડો અલ્તાફ રાઠોડ પર અભિનંદન ની વર્ષ થઈ હતી