Main Menu

રાજુલા પ્રાંત કચેરી નાગરિક સુવિધા કેન્દ્ર માં કોમ્પ્યુટર ઓપરેટરોની અછતના કારણે એન. એસ. યુ. આઈ દ્વારા નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાજુલા પ્રાંત કચેરી નાગરિક સુવિધા કેન્દ્ર માં કોમ્પ્યુટર ઓપરેટરોની અછતના કારણે વિધાર્થીઓને ક્રિમીલેયર સર્ટિફિકેટ તથા આવકના દાખલા તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા માટે અરજદારો ને તકલીફ પડતી હોય તેનાં પગલે ડાભી સાહેબએ નાયબ મામલતદાર બોરીસાગર સાહેબ ને ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ધોરણે ૨ ઓપરેટર મુકાવામા આવ્યા, મામલતદાર સાહેબ પાસેથી આવક નો દાખલો લેવા માટે ફરજીયાત સોગંધનામા નો આગ્રહ રખાય છે તે દૂર કરવા બાબત, ઇ ધારા કેન્દ્ર માં અરજદાર પાસે ટપાલ ટિકિટ લગાડવાનો આગ્રહ રખાય છે તે ગેરકાયદેસર છે તે દૂર કરવા બાબત, નાગરિક સુવિધા કેન્દ્ર માંથી દરેક ફોર્મ વિના મૂલ્યે મળવાની જોગવાઈ હોવા છતાં અરજદારો ને કચેરી બહાર ખાનગી ઝેરોક્ષ ની દુકાને મોકલાય છે આથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા સુધારવા માટે અમરેલી જીલ્લા NSUIના સોશ્યલ મીડિયા કોઓર્ડિનેટ્સ જયેશભાઈ દવે અને રાજુલા ૯૮ વિધાનસભા ના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિરવભાઈ ભટ્ટ દ્વારા નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.