Main Menu

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના તમામ મહાનગર અને જીલ્લાઓમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ કેન્દ્રમાં આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના તમામ મહાનગર અને જીલ્લાઓમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન”* નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ *તા.3/6/2018 ને રવિવાર* ના રોજ *રાજકોટ જીલ્લા ભાજપ* દ્વારા *જસદણ* મુકામે *છાયાણીની વાડી* માં પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પાર્ટીની થિંકટેક ગણાતાં વિદ્વાન *ડૉ. ભરતભાઈ કાનાબાર સાહેબ* ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટ જીલ્લા તથા જસદણ શહેરમાંથી ઉપસ્થિત ડૉક્ટર્સ, એડવોકેટ્સ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ક્લબ મેમ્બર્સ, ડિરેક્ટર્સ, સેવાકીય મંડળોના ટ્રસ્ટીઓ, વેપારીઓ તથા સમાજ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જસદણના પૂર્વ ધારાસભ્ય ડૉ. ભરતભાઈ બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જીલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખિયાએ સરકારના કામની ડોક્યુમેન્ટરી દર્શાવી અભિનંદન પાઠવ્યા હતા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જસુબહેને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સાથે કરેલ રાજ્યના વિકાસ કાર્યોની વાતો જણાવી હતી.
મુખ્ય વક્તા ડો. કાનાબાર સાહેબે કેન્દ્રની ભાજપ સરકારે 4 વર્ષમાં મેળવેલ સિધ્ધિઓ અને કરેલ અનેક કાર્યો પૈકી જનસામાન્યના જીવનને સ્પર્શતા અને ગરીબો, કિસાનો, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ડીમોનિટાઈઝેશન, જી.એસ.ટી.,સર્જીકલ સ્ટ્રાઇક, વિદેશ નીતિ, ઉજ્જવલા યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વગેરેની ઝીણવટભરી અને આંકડા સાથે માહિતી આપી હતી. તેઓએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દુરંદેશીતા, ત્વરિત નિર્ણય ક્ષમતા, રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિત્વ, લોકાભિમુખ અભિગમ તેમજ કામ કરવાની અજોડ શક્તિની વાતો કહી હતી અને ગુજરાતના પનોતા પુત્રની આ વાતો જન-જનને જણાવી જાગૃત કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખિયા, પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જશુબેન કોરાટ, રાજકોટ-4 ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ડૉ. ભરતભાઈ બોઘરા, કોળી-ઠાકોર વિકાસ નિગમના વાઈસ ચેરમેન ભૂપતભાઈ ડાભી, રીબડા માર્કેટ યાર્ડના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા, મહિલા મોરચાના પ્રમુખ રસિલાબેન સોજીત્રા, મહામંત્રી મહેતાભાઈ, નગરપાલિકાના યુવાન પ્રમુખ જગદીશભાઈ સહિત જીલ્લા ભાજપના હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.