Main Menu

એક જ તેલમાં વારંવાર ફરસાણ તળતા વેપારીઓ સામે ગુજરાતમાં હવે ફોજદારી કાર્યવાહી થશે

ગાંધીનગરઃ ફરસાણ તળવા માટે શુધ્દ્ધ તેલ વાપરતા હોવાનો દાવો કરનાર કે પછી લારી-ગલ્લામાં ક્રુડ ઓઈલ જેવા બની જતા એક જ તેલમાં વેપારીઓ હવે વારંવાર ફરસાણ તળી શકશે નહીં. આવું બળેલું તેલ ઝેરી બની જવા સાથે કેન્સર જેવા રોગો નોતરી શકતું હોવાથી તેમાં ભેળસેળની ગંભીરતાને ધ્યાને રાખીને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ એટલે કે ટીપીસી મશીન લાવ્યા છે. તેમાં આ પ્રકારનું તેલ ચકાસણીમાં નિષ્ફળ જશે તો દુકાનદાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો સમગ્ર રાજ્યમાં આગામી ૧ જુલાઈથી અમલ કરવામાં આવશે.

ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર હેમંત કોશિયાએ જણાવ્યું છે કે, હવે વેપારીઓ એક જ તેલમાં વારંવાર ફરસાણ તળી શકશે નહીં. મોટાભાગના વેપારીઓ લગભગ દરેક ફરસાણ તળવામાં એક જ તેલનો વારંવાર ઉપયોગ કરે છે.તેમણે કહ્યું કે, આ તેલનો ખોરાક ખાનારના સ્વાસ્થ્ય માટે ઘાતક હોવા સાથે તેનાથી કેન્સર પણ થવાની સંભાવના છે. પરિણામે આવા તેલ ઉપર પ્રતિબંધ મુકવા ફુડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ કાયદો બનાવ્યો છે. આ સાથે ફુડ એન્ડ ડ્રગ વિભાગે આ પ્રકારના કુંકીગ ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ડીવાઇસ વિકસાવ્યું છે. જેમાં તેલ ખરાબ છે કે સારું તેનું ચેકિંગ કરવા આ ખાસ હાઇટેક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીનથી માત્ર પાંચ સેકન્ડમાં જાણી શકાશે કે, આ તેલ કેટલું ઘાતક છે. જેમાં આ તેલનો ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ જો ૨૫ ટકાથી વધારે આવશે તો વેપારી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ફરસાણ વેચતા દુકાનદારો કે રેકડીવાળા વેપારીઓ ફરસાણ તળવામાં ક્યા તેલનો ઉપયોગ કરતા હોય છે. તેની સીધી રીતે ખબર પડતી નથી. તેમાં પણ કેટલાક મોટા દુકાનદારો તો શુધ્ધ તેલનો ઉપયોગ કરતા હોવાનો દાવો કરે છે. પરંતુ આ શુધ્ધ તેલ આખો દિવસ વાપરે છે અથવા તેલ બદલતા જ નથી. જેથી તે આર્સેજેનિકયુક્ત એટલે કે, આ બળેલું તેલ ઝેરી બની જાય છે. જેમાં ગ્રાહકો આવા તેલવાળી વાનગીઓ ઝાપટી પણ જાય છે. પરંતુ આવા તેલવાળી ખાદ્યસામગ્રી કેન્સર જેવા રોગો નોતરી શકે છે. ત્યારે ફુડ એન્ડ ડ્રગ વિભાગે ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ એટલે કે ટીપીસી મશીનનો ઉપયોગ કરી સ્વાદપ્રેમીઓનું સવાસ્થ્ય સાચવવાનું બીડું ઝડપ્યું છે. આ ટીપીસી મશીનનું નોઝલ તેલની અંદર નાખતા જ તેના ટીપીસી કાઉન્ટ થતા દેખાશે. સમાન્ય રીતે ૨૫ ટીપીસીની નીચેનો સ્કોર આવે તો તેલ સારું ગણાય અને જો ૨૫થી વધારે ટીપીસી કાઉન્ટ આવશે તો તે ખરાબ તેલ ગણાશે.