Main Menu

છેલ્લા વિશ વર્ષથી એકજ પોલીસ મથકમાં ચીટકી રહેલ તુલા રાશિના પોલીસ કર્મીની દાદાગીરી…. એમ.ટી.નો દ્રાઈવર ન હોવા છતાં ગેરકાયદેસર દ્રાઇવિંગ કરીને જિલ્લા પોલીસ વડા સામે ફેંકી રહ્યો છે ચેલેન્જ…. 300 કર્મીઓની હેરફેર કરનાર નીડર ઇન્ચાર્જ એસ.પી.અનુભવી રહ્યા છે શરમ..??? કોણ છે આ પોલીસ કર્મી ને ક્યાં પોલીસ મથકમાં કરે છે નોકરી…..?? જુઓ એસ.એન.ન્યુઝ…..

સાવરકુંડલા

             બીટકોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લાના પોલીસ તંત્રનું કલેવર બદલવા ઇન્ચાર્જ એસ.પી.કમર કસી રહ્યા છે પણ હજુ અમુક પોલીસ કર્મી તંત્રની આબરૂ ધૂળધાણી આગામી સમય માં કરે તે પહેલા ઇન્ચાર્જ એસ.પી. ભર ભલામણો ની શરમ નેવે મુકીને એકજ પોલીસ મથકમાં ચીટકી રહેલા પોલીસ કર્મી સામે લાલ આંખ ક્યારે કરે તેતો સમય કહેશે પણ પર્સનલ સ્વાર્થ માટે છેલ્લા ૨૦ વર્ષથી એકજ પોલીસ મથકમાં નોકરી કરીને ઇન્ચાર્જ એસ.પી.સામે પડકાર ફેંકતો  પોલીસકર્મી ચર્ચાની એરણે ચડ્યો છે ત્યારે પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ પોલીસના સ્વાંગમાં ખનીજ માફિયાની ભૂમિકા ભજવતા પોલીસ કર્મી આખા પોલીસ મથકનો “વહીવટ” કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે ત્યારે લોકોની કાયદો વ્યવસ્થા સાથે સુરક્ષાની જવાબદારી નિભાવતું પોલીસતંત્રથી વિપરીત ગેરકાયદેસર કામો માટે પીળો પરવાનો આપવાનું કાર્ય કરતા પોલીસ કર્મી સામે આગામી દિવસો માં ગૃહ વિભાગ સુધી રજૂઆત થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરતા તુલા રાશીના પોલીસકર્મી કોઈપણ પ્રકારની એમ.ટી.ની ટ્રેનીંગ વિના અધિકારીઓની ચાપલુસીને કારણે કાયદેસરના ડ્રાઈવર ને કાઢીને ડ્રાઈવર ની ભૂમિકા પણ ભજવતો હોવાની વિગતો પોલીસ સુત્રો માંથી મળી રહી છે સીટી પોલીસ મથકમાં કાયદેસર ના ડ્રાઈવરે બીજા પોલીસ મથકમાં બદલી કરાવી લીધી એ હદ સુધી આ તુલા રાશીના પોલીસ કર્મીની દાદાગીરી નો ભોગ નિર્દોષ પોલીસ કર્મી બની રહ્યા છે ટ્રેક્ટર, ટ્રક બીજાના નામે રાખીને ખનીજચોરી નો કાળો કારોબાર કરતો પોલીસ કર્મી જે પણ પોલીસ મથકના અધિકારી આવે તેની ચાપલુસી કરીને ડ્રાઈવર માં ગોઠવાઈ જાય છે જે ખરેખર કાયદેસર ન હોવા છતાં સીટી પોલીસ મથકના અધિકારી ને વ્હાલા બનીને પોલીસ તંત્રની આબરૂ પર પાણી ફેરવી રહેલા તુલા રાશિના પોલીસ કર્મી પોતાની સર્વિસની ૨૦ વર્ષ જેવી નોકરી ફક્ત ને ફક્ત સાવરકુંડલા સીટી પોલીસ મથક માજ કરી છે મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડાની બદલીશાખાના કલાર્ક, કર્મીઓ સાથે મીઠા સંબંધો રાખીને ત્રણ ચાર વર્ષે બે ચાર મહિના આજુબાજુના વંડા, સાવરકુંડલા તાલુકા પોલીસ માં પીરીયડ ચેન્જ કરાવીને ફરી સીટી પોલીસ મથક માજ આવી જતા પોલીસ કર્મી કોંગ્રેસી ધારાસભ્યના મીઠા આશીર્વાદ હોવાની વાતો સંભળાઈ રહી છે ત્યારે ભાજપના રાજમાં કોંગી પદાધિકારીના આશીર્વાદથી કાળા કામ કરનાર સામે અમરેલી જીલ્લાના પોલીસ તંત્ર ક્યારે પગલા ભરે તેતો સમય જ કહેશે પણ અમરેલી જીલ્લા પોલીસ તંત્રને ચેતનવંતુ બનાવવા મથતા નીડર ઇન્ચાર્જ જીલ્લા પોલીસવડા દેસાઈ ખાખી વર્દી ની આડમાં પોલીસતંત્રની આબરૂ નીલામ કરનાર પોલીસકર્મી સામે નિષ્પક્ષ કાર્યવાહી કરીને પોલીસ તંત્રની આન, બાન અને શાન ઇન્ચાર્જ પોલીસ વડા જાળવાશે કે પછી મેરા ભરત મહાન…..