Main Menu

ગેરકાયદેસર રીતે થતા વૃક્ષ છેદન મામલે વનવિભાગ સક્રિય બનીને વૃક્ષોના છેદન કરનાર તત્વો સામે સાવરકુંડલા વનતંત્રે લાલ આંખ કરીને મીતીયાળા અભયારણ નજીકથી લાકડા ભરેલી ભારવાહક રીક્ષા સહીત ૨ શખ્શો ને પકડી પાડીને ૮ હજારનો દંડ ફટકાર્યો હતો

સાવરકુંડલા

        એક તરફ ગ્લોબલ વોર્મીંગ ની અસરથી અસહ્ય તાપથી જનજીવન અકળાઈ ઉઠ્યું છે ત્યારે સરકાર વૃક્ષો વાવીને માનવ જતન કરવાના પ્રયત્નો કરી રહી છે પણ અમુક લેભાગુ તત્વો વૃક્ષોના છેદન કરીને પર્યાવરણ ને ગંભીર નુકશાન કરી રહ્યું હોવાથી સાવરકુંડલા વનતંત્ર પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ આદરીને સિંહોની સુરક્ષા સાથે વન્યસંપદા ને નુકશાન ન થાય તેની પણ ભારે સતર્કતા રાખી રહ્યું છે આજે સાવરકુંડલા વનવિભાગને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ફોરેસ્ટર પ્રતાપભાઈ ચાંદુ, વી.ડી.પુરોહિત, પી.સી.થળેસા, હિમાંશુભાઈ, ભીમજીભાઈ સહિતના વનકર્મીઓએ મીતીયાળા અભ્યારણ નજીક અભરામપરા-ઉજવડી રેવેન્યુ વિસ્તાર માંથી પાસપરમીટ વિના ગેરકાયદેસર મહામુલા વૃક્ષોનું છેદન કરીને ભાર રીક્ષા ભરતા નાગજી મોલડીયા અને ગુલાબભાઈ નામના ઈસમને ખચોખચ લાકડા થી ભરેલી રીક્ષા સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વૃક્ષ છેદન કરનારા ને ૮ હજાર નો દંડ ફટકારીને ગેરકાયદેસર વૃક્ષ કટીંગ કરનારા સામે સાવરકુંડલા વનવિભાગે કડકાઈ ભરી કામગીરી કરી હતી અને ભાર રીક્ષા પણ પકડીને વનવિભાગે કાયદેસર પ્રોસીજર કરતા ધારી વનતંત્રના અધિકારીઓએ વનકર્મીઓની કામગીરીને બિરદાવી હતી