Main Menu

બાબરા નાં કોટડા પીઠા ગામ ન રહેણાંક મકાન માંથી શાહુડી ઝડપાઇ . કેટલાક ઈસમો દ્વારા બંધક બનાવાઈ હતી વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

રાજુ બસિયા દ્વારા
બાબરા તાલુકામાં વન્ય પ્રાણી ને ગેરકાયદેસર પાળતા દેવુપૂજક શખ્સ ઝડપાયો
બાબરા જીવદયા પરિવાર ના સભ્યો દવરા બાતમી ના આધારે પકડી પાડ્યો શાહુડી નામ નું વન્ય પ્રાણી ને આબાદ બચાવ કરાયો
બાબરા તાલુકા કોટડાપીઠા ગામે રહેતા  દેવીપૂજક શખ્સ ઝવેરભાઈ સોલંકી એ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે શાહુડી નામનું વન્ય પ્રાણી પાળતા હોવાની બાતમી  બાબરા જીવદયા  પરિવાર ને મળતા જીવદયા પરિવાર ના સભ્યો મોલિકભાઈ ત્રિવેદી,ધર્મેન્દ્રભાઈ બસિયા,લાલભાઈ રાજપૂત, ગજેન્દ્રભાઈ શેખવા,સહિત સભ્યો દ્વારા કોટડાપીઠા ગામે  દેવીપૂજક ઝવેરભાઈ ના ઘરે દરોડો પાડી વન્ય પ્રાણી શાહુડી ને અને દેવીપૂજક ને  પકડી પાડી બાબરા વનવિભાગ ને હવાલે કરવામાં આવેલ છે
બાબરા વનવિભાગ દ્વારા આરોપી દેવીપૂજક શખ્સ અને વન્ય પ્રાણી નો કબજો લય ધોરણસર ની કાર્યવાહી કરેલ છે
બાબરા વનવિભાગ ના ઇન્ચાર્જ ફોરેસ્ટર ગંભીરસિંહ ચુડાસમા દવરા વધુ તપાસ હાથ ધરી હતી