Main Menu

પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો GHCL અને ભૂમાફિયાઓ ના કબ્જાવાળી જમીન મૂક્તિ માટે પ્રાંત કચેરી સામે આજે ૨૭ મો દિવસ તંત્ર નાં પેટ નું પાણી આ ગરીબ લોકો સામે હલતું નથી

પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો GHCL અને ભૂમાફિયાઓ ના કબ્જાવાળી જમીન મૂક્તિ માટે પ્રાંત કચેરી સામે છેલ્લા ૨૭ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને પાંચ લોકો છેલ્લા ૧૫ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૨૭ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા અને મધુભાઈ સાંખટ, જીલુભાઈ બારૈયા, આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્લા ૧૫ દિવસ થી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે સરકાર વહેલી તકે ન્યાય આપે એ અપેક્ષાથી મજૂર વર્ગનાં લોકો લડી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી સાચી હકીકતો બહાર લાવી શક્યા નથી જે ભૂમાફિયાઓ સામે ગામજનો આંદોલન કરી રહ્યા છે તેનો ઉલ્લેખ આજદિન સુધી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો નથી તેમજ કંપનીને પણ અધિકારીઓ છાવરી રહ્યા છે કંપની સરકારના નિયમોની ઐસીતૈસી કરે છે છતાં પણ અધિકારીઓ દ્વારા કંપની વિરુદ્ધ એક પણ કેસ દાખલ કર્યો નથી કે આ અંગે સરકાર ને રિપોર્ટ નથી કર્યો પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયાએ જણાવ્યું હતું જો સરકાર હમને ન્યાય નહીં આપે તો હમેં આગામી સમયમાં સવિનય કાનૂનનો ભંગ કરી ગાંધીજી ની દાંડી યાત્રાનું પુનરાગમન કરીશું
નાયબ કલેકટર સાહેબ ને દરરોજ આવેદનપત્ર આપવામાં આવે છે પરંતું ગઈકાલે પીપાવાવ ધામ ના સરપંચ હંસાબેન ગુજરીયા ભાણાભાઈ ગુજરીયા અશોકભાઇ ભાલિયા મુકેશભાઈ કામ્બડ અજયભાઈ શિયાળ સહિત લોકોએ જીલ્લા કલેકટર કચેરીએ કલેકટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી હતી અને લોકોને વહેલી તકે ન્યાય મળે તે માટે સરપંચ દ્વાર કહેવામાં આવ્યું હતું કે ગામની જમીન પર ભૂમાફિયા દ્વારા કબજો કરવામાં આવ્યો તે અંગે નિરપેક્ષ તપાસ થાય જવાબદાર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા GHCL કંપની ની લીઝ રિન્યુ ના કરવામાં આવે અને ગામલોકોને વિવિધ હેતુઓ માટે જમીન ફાળવવા આવે તેથી ગામ લોકો ને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે જેથી રોજગારી માટે બહાર ના જવું પડે તેમજ તેમના બાળકોનું શિક્ષણ પણ ના બગડે અને લોકોના જીવનધોરણમાં સુધારો આવશે.
આંદોલન છાવણીની મુલાકાત લેતા ધરમશીભાઈ ધાપા‌ કે.બી. બાબરીયા વલ્લભભાઈ બારૈયા રણજીતભાઇ સોલંકી દર્શનભાઈ રમેશભાઈ પરમાર હિતેશભાઈ વાળા રણછોડભાઈ બાંભણિયા ભગુભાઈ વાજા સહિતના લોકોએ હાજર રહ્યા હતા