Main Menu

GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલન નો ૨૧મો દિવસ અને આમરણાંત ઉપવાસ નો નવમો દિવસ

GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલન નો ૨૧મો દિવસ અને આમરણાંત ઉપવાસ નો નવમો દિવસરાજુલા પ્રાંત કચેરી સામે છેલ્લા ૨૧ દિવસથી પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ઉપવાસ આંદોલન અને મધુભાઈ સાંખટ જીલુભાઇ બારૈયા આતુભાઈ શિયાળ સાદુળભાઈ શિયાળ બાબુભાઈ સાંખટ દ્વારા છેલ્લા નવ દિવસથી ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી કે દબાણ અંગે હજુ કોઈ કાર્યવાહી નથી ફક્ત કાગળો પર જ કામગીરી દર્શાવવામાં આવી છે આમરણાંત ઉપવાસીઓને સારવાર જરૂરી એવું હેલ્થ ઓફિસર દ્વારા ત્રણ દિવસથી કહેવામાં આવ્યું છે છતાં પણ તંત્ર દ્વારા તે અંગે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ઉપવાસીઓની સાથે નાનાં-નાનાં બાળકો પણ હોય તો તેના માટે દૂધ ફ્રૂટ બિસ્કિટ ધોડિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી તેમજ તારીખ ૧૬/૦૫/૨૦૧૮ના આંદોલનકારીઓ દ્વારા ૧૧:૦૦ રાજુલા પોલીસ સ્ટેશન થી પ્રાંત કચેરી રાજુલા સુધી રેલી કાઢવામાં આવશે તે અંગે ની તંત્રને જાણ કરવામાં આવી હતી દિવસ નાં અંતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આંદોલન છાવણીની મુલાકાત લેતા મહુવા માંધાતા ગ્રુપના પ્રમુખ કનુભાઇ બારૈયા અલ્પેશભાઈ મુકેશભાઈ ધાપા તથા સંગઠન નાં સભ્યો ભાણાભાઈ ગુજરીયા અશોકભાઈ ભાલિયા અજય શિયાળ હિતેશ વાળા રણછોડભાઈ બાંભણિયા સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા