Main Menu

સુરતમાં રહેતાવતન પ્રેમી એ પોતાના ગામ ના ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી

ખાંભા

રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી
મળતી વિગતો મુજબ ખાભાં તાલુકા ના રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી આ યાત્રા તા ૨૫ /૪/૧૮ થી રાયડી થી ઉપાડેલ અને ચારધામનામની યાત્રા કરી પાછી આજે તા ૧૩ /૫/૧૮ ના રોજ રાયડી ગામે આવી પહોંચતા સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને રાયડી ગામની શેરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર રાયડી ગામને ગામ ધૂવાડા બંધ જમાડી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે સમગ્ર રાયડી ગામના તમામ સમાજના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભિખાભાઈ બરવાળયા દ્વારા સમસ્ત રાયડી ગામવતી હિમંતભાઇ બોરડ નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો તેમ રાયડી ગામના ઉપ સરપંચ શાતીભાઈ ની યાદમાં જણાવવામાં આવ્યું છે