Main Menu

રાજુલા પોલીસ એ  નવ માસ પહેલા થયેલી ચોરી નો ઉકેલ્યો ભેદશંકાસ્પદ ઈસમો સામે પી.આઈ.જાડેજા અને ડી.સ્ટાફ ની તવાઈ.

રાજુલા પોલીસ એ  નવ માસ પહેલા થયેલી ચોરી નો ઉકેલ્યો ભેદ

શંકાસ્પદ ઈસમો સામે પી.આઈ.જાડેજા અને ડી.સ્ટાફ ની તવાઈ…

અમરેલી ઇન્ચાર્જ જીલ્લા પોલીસ વડા બી.એમ.દેસાઈ,સાવરકુંડલા ડીવીજન ડી.વાય.એસપી. માવાણી ની સૂચના અને માર્ગ દર્શન હેઠળ રાજુલા પી.આઈ.યુ.ડી.જાડેજા અને ડી.સ્ટાફ ના મનુભાઈ મેંગ ણ,જયરાજભાઈવાળા,દશરથ સિંહ સરવૈયા સહીત પોલીસ સ્ટાફ અગાવ થયેલી ચોરી ઓ ની તપાસ માટે શંકાસ્પદ લોકો ની પૂછ પરછ અને રાત્રી ના સમયે કડક પેટ્રિલિંગ કરતા 9 માસ પહેલા થયેલી ચોરી નો ભેદ ઉકેલ્યો છે રાજુલા શહેર ના શુભમ સોસાયટી મા પીપાવાવ પોર્ટ ના કર્મચારી ના મકાન માંથી લેપટોપ ની ચોરી થય હતી ત્યાર બાદ 3 ઈસમો શંકાસ્પદ મળી આવતા તેમની આકરી પૂછ પરછ કરતા કબૂલાત આપી અને લેપટોપ પણ મળી આવ્યું છે સાથે સાથે અન્ય ચોરી ઓ મા આ ત્રિપુટી નુ હાથ છે કે કેમ તે દિશા મા તપાસ કરતા આજે આજે ત્રિપુટી પાસે થી મોટરસાઇકલ પણ મળી આવ્યું છે આ મોટર સાઇકલ બગદાણા વિસ્તાર માંથી ચોરેલું હોવાનું પોલીસ તપાસ મા ખુલ્યુ છે અને આ ત્રિપુટી સામે કાયદેસર ની કાર્યવહી હાથ ધરી છે બીજી તરફ પોલીસ ના આ પ્રકાર ના વલણ થી ગુનેગારો મા ફફડાટ વ્યાપી ગયો છે અને આ ચોરી ના સમાચાર રાજુલા ના વેપારી ઓ ને મલતા પી.આઈ.જાડેજા અને પોલીસ સ્ટાફ ની કામગીરી પણ બીરદાવી હતી