Main Menu

રાજુલા સૂર્યસેના દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી અશ્વ અને કાર બાઈક ના કાફલા સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ક્ષત્રિય સમાજ ની રેલી 

જયદેવ વરૂ,રાજુલા
રાજુલા સૂર્યસેના દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી અશ્વ અને કાર બાઈક ના કાફલા સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ક્ષત્રિય સમાજ ની રેલી
ક્ષત્રિય સમાજ ના યુવાનો મોટી સંખ્યા માં જોડાયા શોભાયાત્રા માં
રાજુલા શહેર માં પ્રથમ વખત મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે સૂર્યસેના ગ્રુપ દ્વારા શહેર માં ભવ્ય શોભાયાત્રા કાઢવા માં આવી હતી જેમાં સૂર્યસેના પ્રમુખ આજયભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ખાસ કરી ક્ષત્રિયો ની પરંપરા મુજબ અશ્વો પણ મોટી સંખ્યા માં હતા અને સાથે સાથે કાર બાઈક નો કાફલો પણ શોભાયાત્રા માં જોડાયો હતો અને શહેર ના મુખ્ય માર્ગો પર જય ભવાની જય ભવાની જય રાજપુતાના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું સાથે સાથે ક્ષત્રિય સમાજ ના યુવાનો એ શોભાયાત્રા માં શક્તીપ્રદશન પણ કર્યું હતું અને અશ્વ પણ આ શોભાયાત્રા માં જોડાતા યુવાનો માં ભારે થનગનાટ જોવા મળ્યો હતો રાજુલા પંથક માં ક્ષત્રિય સમાજ ની વસ્તી ખુબ વધુ હોવાને કારણે આજે પણ તેમની પરમ્પરા જાળવી રાખી છે શહેર અને ગ્રામીણ વિસ્તાર ના ક્ષત્રિય યુવાનો બપોર બાદ શોભાયાત્રા માં જોડાયા હતા સાથે સાથે રાજુલા પોલીસ તંત્ર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો સૂર્ય સેના દ્વારા આગામી દિવસો માં પણ ભવ્ય કાર્યક્રમ અને સમાજ ની સંકૃતિ જળવાય રહે તે માટે સંગઠન ની પણ બેઠક બોલાવવા માં આવશે