Main Menu

આગતરો ફાલ અને આંબા ની માવજત ને કારણે  કેસર કેરી ના વેચાણ માં અમરેલી જીલ્લો પ્રથમ ખાંભા ગીર ની કંટાળા ની કેસર કેરી દેશો દુનિયા માં ધૂમ મચાવી રહી છે

આગતરો ફાલ અને આંબા ની માવજત ને કારણે  કેસર કેરી ના વેચાણ માં અમરેલી જીલ્લો પ્રથમ

સૌરાષ્ટ્ર ની જગ પ્રખ્યાત તાલાળા ગીર ની  કેસર કેરી નું બજારો માં જયારે ધમાકેદાર આગમન થયું છે પ્રથમ ૮૦ બોક્સ કેરીના વેચાણ અર્થે તાલાળાયાર્ડ માં આવેલા ત્યારે અમરેલી જીલ્લા ના કંટાળા સહીત ના આસપાસ ના પંથકો માંથી ૧૦.૦૦૦ મણ કેસર કેરી નું વેચાણ થઇ ચુક્યું છે

 

જંગલ કાંઠા નું કંટાળા ગામ સહીત આસપાસ ના ગામો માંથી ૨૦.૦૦૦ કેરી ના બોક્સ તો વેચાઈ ચુક્યા છે

 

આસપાસ ના ગામો માં કેરી નું અંદાજીત ૬૫ થી ૭૦ લાખ નું વેંચાણ

 

૧૨૦૦  થી લઇ ૫૦૦ સુધી બોક્સ નું વેંચાણ

 

અહી કંટાળા ના ખેડૂત  ભાવેશ ભાઈ ના બગીચા માં એપ્રિલ માસ થી કેરી કેરી પાકી જાય છે .એક્ષપોર્ટ થાય તો ધૂમ વિદેશી નાણું મળી શકે .

 

 

ગીર ની પ્રખ્યાત કેસર કેરી નું સૌરાષ્ટ્ર ના બજારો માં ધીમી ગતિ એ આગમન થઇ  ચુક્યું છે  ત્યારે તાલાળા ગીર ની પ્રખ્યાત કેસર કેરી નું બે દિવસ પહેલા જ પ્રથમ ૮૦ બોક્સ નું વેચાણ માર્કેટિંગ યાર્ડ તાલાળા ખાતે થયું હતું જેથી કેસર કેરી ગુજરાત ના બીજા શહેરો માં હવે મળવા લાગશે ત્યારે અમરેલી જીલ્લા ના ગીર કાંઠા ના ખેડૂતો દ્વારા તો કેરી ની માર્કેટ પૂરી થઇ રહી છે અહી કેરી નો રાજા કેસર કેરી કંટાળા તેમજ આસપાસ ના વિસ્તારો માંથી હવે પૂરી થવાની ત્યારી માં અહી ખાલી કંટાળા ની જ વાત કરીએ તો અહી ભાવેશ ભાઈ સહીત અન્ય ખેડૂતો ના આંબા ના બગીચા ઓ છે જેમાં કેરી એક્ષપોર્ટ થાય તેવી એ ગ્રેડ કેરી પાકે છે અને તે પણ એપ્રિલ મહિના માં જ ત્યારે હાલ તાલાળા માં બે દિવસ પહેલા કેસર નું આગમન થયું અને પ્રથમ ૮૦ બોક્સ વેચાણ થયું ત્યારે અહી તો અંદાજીત ૧૦.૦૦૦ હજાર મણ કેરી અટેલે કે ૨૦.૦૦૦ બોક્સ તો અહી વેચાઈ ચુક્યા છે  નું કેરી ના એક્સપર્ટ સંજય દોંગા જણાવી રહ્યા છે ખાસ કરી ખાંભા તાલુકા નું આ ગીર નું ગામ છે અને અહી ભાવેશ ભાઈ સહીત ના ખેડૂતો આંબા ની સારી માવજત કરે છે અને દેશી પદ્ધાતી થી કેસર નો ઉછેર કરતા હોવાથી અહી કેરી આગતર મળે છે અને મેં મહિનો આવતા અહી કેરી પૂર્ણ થઇ જવાની ત્યારી છે ત્યારે ગીર માં કેરી નું આગમન થયું છે અને અહી કંટાળા માં કેરી પૂર્ણ થવા આવી છે .ચેક દિલ્હી .મુંબઈ .હેયદ્રબાદ અમદાવાદ સુધી ભાવેશ ભાઈ કેરી મોકલી રહ્યા છે જેથી અહી આ કેરી ફળ માં પણ ખુબ મોટી છે જેથી જો એક્ષપોર્ટ કરવામાં આવે તો કંટાળા ની કેસર ફોરેન માં ધૂમ મચાવી શકે તેમ છે