Main Menu

ખાંભા તાલુકા માં રાજકીય ઓથ તળે નકલી દૂધ નો કાળો કારોબાર , મિલ્ક માફિયા ઓ બે ફામ બનાવે છે દુબલિકેટ દૂધ ! દૂધ માફિયા ઓ ને અગાઉ થી જાણ કરીને જ કરાય ચેકીંગ .

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા તાલુકા માં રાજકીય ઓથ તળે નકલી દૂધ નો કાળો કારોબાર , મિલ્ક માફિયા ઓ બે ફામ બનાવે છે દુબલિકેટ દૂધ ! દૂધ માફિયા ઓ ને અગાઉ થી જાણ કરીને જ કરાય ચેકીંગ .

ખાંભા તાલુકા માં ખાસ કરીને ગીદરડી , ભાણીયા , તાતણીયા ,પીપળવા , બોરાળા,ધાવડીયા અને અન્ય વિસ્તારો માં નકલી દૂધ બનાવવા નો મોટો કારોબાર વહીવટી તંત્ર ની મિલીભગત અને રાજકીય ઓથ તળે ચાલી રહ્યો છે પણ તેને રોકવા માટે કડક કાર્યવાહી ના બદલે માત્ર ને માત્ર તપાસ ના ડીંડક કરીને આડકતરી રીતે આવો ધંધો કરનારાઓને પોષણ આપવા માં આવી રહ્યું છે
તાજેતર માં જ ખાંભા તાલુકા ના ગામ્ય વિસ્તારો માં ગાંધીનગર સુધી બાતમી ના આધારે જૂનાગઢ , રાજકોટ , અમરેલી અને ભાવનગર ની ફ્રુડ વિભાગ ની ટિમો દ્વારા દૂધ મંડરી ઓ અને ડેરી ઓ માં દરોડા પાડવા માં આવ્યા હતા અને 20 જેટલા દૂધ ના નમૂના ઓ લેવા માં આવ્યા હતા. પણ જ્યારે તપાસ થવાની હતી તે પહેલાં જ જે તે દૂધ મંડરી અને ડેરી સુધી અગાઉથી જ સમાચાર પહોંચી ગયા હતા અને માત્ર તપાસ નું ડીંડક જ કરવા આવ્યું હતું અને ખાંભા તાલુકા નો કોઈ પણ ડેરી કે મંડરી સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવતી નથી.આ પહેલા પણ ખાંભા તાલુકા માં વહીવટી તંત્ર દ્વારા તાપસ નું ડીંડક કરવા માં આવ્યું હતું અને લાખો નો વહીવટ કરી ભીનું સકેલી લેવામાં આવ્યું હતું ત્યારે ખાંભા તાલુકા માં ગીદરડી , ભાણીયા ,તાતણીયા , પીપળવા , બોરાળા સહિત ગામોમાં મોટા ભાગે માલધારી ઓની વસ્તી છે અને ત્યાં દૂધ ઉત્પાદન મોટા પ્રમાણ માં થાય છે જેના કારણે આ વિસ્તાર માં દૂધ માફિયા બે ફામ રીતે બનાવટી દૂધ બનાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે

નકલી દૂધના સાધનો નું વેચાણ વધ્યું.

આ બનાવટી દૂધ બનાવવા માટે સોયાબીન નું તેલ અને પાવડર નો ઉપયોગ કરવા માં આવેછે.ખાંભા તાલુકા માં મોટા પ્રમાણ માં દૂધ માફિયા ઓ દ્વારા બનાવટી દૂધ બનાવવા માં આવતું હોવાના કારણે સોયાબીન તેલ અને પાવડર નું વેચાણ એટલું વધ્યું છે કે અનેક વેપારી ઓ તેનો સ્ટોક રાખેછે .

ગીદરડી માં પકડયું હતું’તું નકલી દૂધનું કારખાનું

અત્રે ઉલ્લેખનિય છે કે ખાંભા તાલુકા ના ગીદારડી અને ચક્રવા ગામે જાન્યુઆરી 2013માં બનાવટી દૂધનું આખું કારખાનું અમરેલી એલસીબી દ્વારા પકડી પાડવા માં આવ્યું હતું જે દૂધ અમરેલીની ડેરીને સપ્લાય કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું અને જેમાં બનાવટી દૂધ ના લીધેલા સેમ્પલ બદલાવી લાખો નો વહીવટ કરી આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો .