Main Menu

પાણી ની સમસ્યા થી જયારે સૌરાષ્ટ જજુમી રહ્યું છે ત્યારે અહી અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ભૂંડણી ગામે બેડા યુદ્ધ ફાટી નીકળ્યું છે

પાણી ની સમસ્યા થી જયારે સૌરાષ્ટ જજુમી રહ્યું છે ત્યારે અહી અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ભૂંડણી ગામે બેડા યુદ્ધ ફાટી નીકળ્યું છે અહી પુરા ગામ માં માત્ર ને માત્ર ને એક જ પાણી નો દાર છે અને ગામ ખાતે માત્ર  એક દાર માં પાણી હોવાથી અહી પાણી માટે  હજારો ની લાઈનો લાગે છે જેમાં મહિલા ઓ નું રીતસર બેડા યુદ્ધ જુવા અહી મળી રહ્યું છે અને અપંગો વૃધો બાળકો અહી પાણી ભરવા લારી ગાડા ઓ લઇ પાણી ભરવા ચેક ૨ કિલોમીટર દુર થી આવે છે ત્યારે તાકીદે અહીના લોકો ની પાણી ની સમસ્યા દુર થાય તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે

અમરેલી જિલા ના ખાંભા તાલુકા માં જાણે પાણી માટે લોકો વલખા મારી રહ્યા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે અહી ખાંભા ના ભૂંડણી ગામ માં પાણી ની ભયંકર સમસ્યા છે અહી  શિવ મંદિર માં માત્ર એક પાણી નો દાર સજીવ બચ્યો છે અને માત્ર આખા ગામ માં આ દાર માં મજ પાણી હોવાથી ૩ થી ૪ હજાર ની વસ્તી વાળું આ ગામ અહી સવાર થતા જ ઉમટી પડે છે અને હજારો ની સંખ્યા માં અહી મહિલા ઓ પોતાના બેડા લઇ અહી આવી સવાર થી જ પાણી માટે બેડા યુદ્ધ આદરે છે , અને પાણી માટે કલાકો સુધી ઉભી રહી એક એક બેડા માટે રોજ બરોજ પાણી માટે રો કકળ કરે છે ત્યારે વર્ષો થી અહી અનેકો રજૂઆત છે કે પાસે આવેલ રાયડી ડેમ માંથી ગામ ને પાણી આપવા માં આવે પરંતુ આજ દિવસ સુધી ગ્રામ્ય જનો ની માંગ કોઈ તંત્ર દ્વારા સ્વીકારવા માં નથી આવી ત્યારે અહી અપંગ અને વૃધો પણ લાઈન માં ઉભા રહી પાણી ભરતા જુવા મળી રહ્યા છે અને દિવસ થતા જ અહી શિવ મંદિર માં હજારો ની સંખ્યા માં લોકો પાણી ભરવા લાઈન માં ગોઠવાઈ જાય છે જેમાં વાડી વિસ્તાર માંથી ગાડા લારી તેમજ મહિલા ઓ ત્રણ કિમી ચાલી અહી પાણી ભરવા દોડી આવે છે ત્યારે પાણી નો કોઈ સ્કોપ આ ગામ માં હાલ નથી અને એક બેડા પાણી માટે લોકો ટળવળી રહ્યા છે અને રોજ બરોજ પાણી માટે બહેનો અહી બેડા યુદ્ધ કરી બાખડી પડે છે  ત્યારે સમગ્ર ગ્રામ્ય પંચાયત ના સદસ્યો સરપંચ શ્રી અમરૂ ભાઈ કોટીલા નજકુ ભાઈ।  નરેન્દ્ર ભાઈ સહીત ઉપસરપંચ શ્રી સહીત ના લોકો એ તાકીદે અહી ની સમસ્યા દુર થાય તેવી રજૂઆત કરી છે નું જુવાનસિંહ કોટીલા એ જણાવ્યું