Main Menu

રાજુલાની બ્રાહ્મણ સોસાયટીનાં રહીશો દ્વારા આંદોલનની ચીમકી

વીજતંત્ર દ્વારા ગામને ભર ઉનાળે બાનમાં લેતા ભભૂકતો રોષ
રાજુલાની બ્રાહ્મણ સોસાયટીનાં રહીશો દ્વારા આંદોલનની ચીમકી
રાજુલા,
રાજુલામાં પી.જી.વી. સી.એલ. દ્વારા છેલ્‍લા ઘણા સમયથી પ્રજાજનોને બાનમાં લેતા ભારે રોષ વ્‍યાપી જવા પામ્‍યો છે. આ બાબતે રાજુલાની બ્રાહ્મણ સોસાયટીના રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. રાજુલા બ્રાહ્મણ સોસાયટીના રહીશો દ્વારા જીઈબીને પત્ર પાઠવી જણાવ્‍યું હતું કે ગુરૂવારે 8 થી 10 કલાક જયારે આડા દિવસે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા આ વિસ્‍તારના રહીશોમાં ભારે રોષ વ્‍યાપી જવા     પામ્‍યો છે.
ગુરૂવારે મેઈન્‍ટેનન્‍સના નામેકલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. તો અઠવાડિયા દરમિયાન વીજળી કેમ ગુલ થાય છે. આગામી 3 દિવસમાં કોઈ ઘટતા પગલા નહીં ભરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.